જરૂરીયાતમંદ દર્દીઓની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક કરાશે
કોરોનાની વૈશ્વિક મહામારીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાએ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં સહયોગ આપી લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. મહામારીના જે કપરાં કાળમાં પ્રાણવાયુના ભંડાર ખુટી પડ્યા છે ત્યારે વિશ્વઉમિયાધામ તથા દેવસ્ય હોસ્પિટલ્સ ગૃપ દ્વારા અમદાવાદના ડી કે હોલ ખાતે દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરાઈ છે. દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે 120 બેડની વ્યવસ્થા કરાઈ છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશ્વઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગૃપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી છે.
ગત બુધવારે સવારથી જ દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની ભરતી કરવાની શરૂઆત કરાઈ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વિશ્વઉમિયાધામના સહયોગથી શરૂ કરાયેલી આ કોવિડ હોસ્પિટલમાં અખઈએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે જેથી દર્દીઓની બેફામ લૂંટ શક્ય નહીં બને. આ ઉપરાંત જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રિટમેન્ટ ફ્રીમાં પણ કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ થવા માટે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયો છે. ઈમરજન્સી નંબર 9825065605, 9825065275, 9726704541. મહામારીમાં લોકોના જીવ બચાવવા ઉભી કરાયેલી આ કોવિડ હોસ્પિટલ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી પટેલ સહિત તમામ સંગઠનના હોદ્દેદાર મિત્રો અને દેવસ્ય હોસ્પિટલ ગૃપના ડો. દિનેશભાઈ પટેલ ( ડિ કે પટેલ) ખુબ મહેનત કરી ભગરીથ કાર્ય કરી રહ્યા છે.