પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મની મુદતમાં 31-5 સુધીનો વધારો
આવાસ ફોર્મ મેળવવા તથા ભરીને પરત કરવા આઇસીઆઇસીઆઇ બેંકની જુદી જુદી શાખાઓ તેમજ સીવીક સેન્ટરમાં વ્યવસ્થા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ MIG -1 ના 1648 અને MIG-2 ના 1676 તથા EWS ના 847 મળી કુલ 4171 આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે તા.5/4 થી તા.30/4 સુધીનો સમય આપવામાં આવેલ. હાલમાં કોરોનાના કેસો ખુબ જ વધી રહ્યા છે. જે ધ્યાનમાં રાખી લોકો આવાસ યોજનાનો લાભ લઇ શકે તે માટે આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા અગામી તા.31/5 સુધીનો મુદત વધારો આપવામાં આવેલ છે. ફોર્મ મેળવવા શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે.
MIG -1નાં આવાસની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ.3000 ડીપોઝીટ ભરવાની રહેશે. ઊઠજ-2નાં આવાસની કિંમત રૂ.5.50 લાખ અને ફોર્મ સાથે રૂ.10,000 ડીપોઝીટ ભરવાની રહેશે.
EWSનાં આવાસની કિંમત રૂ.24 લાખ અને ફોર્મ સાથે રૂ.20,000 ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.
EWSમાં કુલ 1268 આવાસ પૈકી 421 આવાસ અગાઉ ફાળવણી થઇ ગયેલ છે બાકી રહેતા 847 આવાસો માટે ફોર્મનું વિતરણ થશે.
EWSમાં અંદાજીત 60.00 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી સાંજે 03:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે. ફોર્મ લેવા માટે અરજદારે આધાર કાર્ડ સાથે રાખવું ઇચ્છનીય છે.