લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂા.16230 કર્યા કબ્જે
સુરેન્દ્રનગર, રીવરફ્રન્ટ રોડ ઉપર જાહેરમાં આઇ.પી.એલ. ટી-20 ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો કેલેન્ડર દ્વારા જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂા.16,230/- તથા ક્રીકેટ મેચના સટ્ટાનું સાહીત્ય મળી કુલ રૂા.16,230/-નો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.
ડી.એમ.ઢોલએ એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી ડી.એમ ઢોલ ચોકકસ બાતમી હકીકતના આધારે નિલેશ ભુપત વાઘેલા રીવરક્ધટ રોડ ઉપર આર્ટસ કોલેજથી જોરાવરનગર જતા ત્રણ રસ્તા રોડ ઉપર જાહેરમાં આજે રમાનાર મુબઇ ઇન્ડીયન્સ-પંજાબ કિંગ વચ્ચેની આઇ.પી.એલ ટી-20 ક્રીકેટ મેચમાં બંને ટીમના પહેલા બીજા દાવના ખેલાડીઓ સિલેકટ કરી ચીઠીઓ બનાવી તે ખેલાડીઓમાંથી જે વ્યક્તિના ખેલાડી વધુ રન કરે તે જીતે તે રીતેનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતો હોવાની તેમને ચોક્કસ બાતમી મળેલ જે જગ્યાએ જુગાર અંગે રેઇડ કરતા આરોપી નિલેશ ભુપત વાધેલા (ઉ.વ 27) ગણેશ ફ્રેટરીની સામેની ગલી વાળો વાળો મુંબઇ ઇન્ડીયન્સ પંજાબ કિંગ વચ્ચેની આઇપીએલ ટી-20 ક્રીકેટ મેચમાં ખેલાડીના કોર્ડવર્ડ વાળા નામો કાગળો તૈયાર કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.16,230/-તથા ક્રીકેટ મેચનો હીસાબ તેમજ કોર્ડવર્ડ વાળા નામો લખેલ સાહિત્ય મળી કુલ રૂ.16,2300ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી મજકૂર આરોપીઓ વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવી પો.સ્ટે.માં જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.