ભારતમાં ઉભી થયેલી પ્રાણવાયુની સમસ્યા નિવારવા માટે વિશ્ર્વના અનેક દેશો પડખે ઉભા રહ્યાં છે. અમેરિકા દ્વારા પણ ભારતને રસી બનાવવાના કાચા માલ સહિતની સામગ્રી આપવાનો નિર્ણય લેવાયો છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાએ ભારતને મદદને લઈ પગલા લેવામાં મોડુ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ્અમેરિકામાં મુળ ભારતીયો દ્વારા બિડન સરકાર ઉપર દબાણ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ બિડન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ચર્ચા થઈ હતી. આ ચર્ચા પછી અમેરિકાએ સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા માટે કાચો માલ તથા ઓક્સિજન જનરેટીંગ સીસ્ટમ પણ મોકલવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત રેમડેસીવીર ઈંજેકશન પણ મોકલવામાં આવનાર છે. દરમિયાન અમેરિકા તેમજ ફ્રાન્સ દ્વારા પણ ઓક્સિજન જનરેટર, લીકવીડ ઓક્સિજન અને વેન્ટીલેટર સહિતના સાધનો મોકલવામાં આવશે. દરરોજ 2000 તબીબોને 5 દિવસ સુધી લીકવીડ ઓક્સિજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ફ્રાન્સ દ્વારા કરવામાં આવી છે. જગત જમાદારે પણ વિવાદવાદ ભારત તરફ સહયોગનો હાથ લંબાવ્યો છે. ભારતમાં ન્યુયોર્કથી દિલ્હીની ફલાઈટમાં ગઈકાલે ઓક્સિજનના 328 કોન્સેટ્રેટર લઈ આવવામાં આવ્યા હતા. દિલ્હી સહિતના રાજ્યોમાં ઓક્સિજનની ઘટના કારણે સ્થિતિ ગંભીર ન બને તે માટે વિશ્ર્વ આખામાંથી ભારતને સહયોગ કરવામાં આવી રહ્યો છે.