કોરાણા ની ચેઈન તોડવા અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામના સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખે રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો મહત્વપૂર્ણ નિર્ણય
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોના ના કેસ દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે કોરોના એ ફરી એકવાર ફુફાળો મારતા લોકો ડરી ગયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં વિવિધ ગામોમાં લોકો સંપૂર્ણ રીતે સ્વૈરિછક લોકડાઉન અમલમાં મૂકી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ-અલગ બજારોમાં 30મી એપ્રીલ સુધી લોકડાઉન અમલમાં લાદવામાં આવ્યું છે તાજેતરમાં કોરોનાવાયરસ ને લઈને વધતા જતા કેસના કારણે વિવિધ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સભ્ય દ્વારા આઠ દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો રજૂઆત કરવામાં આવી હતી બે દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં સભ્યો સાથે વિચાર વિમર્શ કરી આગામી તારીખ 26 મી એપ્રિલ 28 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોના સ્વાસ્થ્ય હીતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે
રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતે કોરોના ના કેસ સતત વધી રહ્યા છે જેને કારણે વિવિધ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન સભ્ય દ્વારા આઠ દિવસ સ્વયંભૂ બંધ રાખવાની માંગ ઉઠી હતી જોકે આ બાબતે અમે અમારા એસોસિએશનના વિવિધ સભ્યો અને અલગ અલગ વિસ્તાર ના સભ્યો સાથે વિચાર વિમર્શ કર્યો છે અને સ્વયંભૂ બંધ કેટલા દિવસ રાખવું એ બાબત પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે આ વિચાર વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સોમવાર , મંગળવાર અને બુધવાર ના રોજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો સ્વયંભૂ ત્રણ દિવસ બંધ પાળશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્વયંભૂ બંધ રાજકોટ શહેરી વિસ્તારોમાં શાપર વેરાવળ મેટોડા આણંદપર નવાગામ માંથી ટ્રાન્સપોર્ટ બુકીંગ કરતા તમામ ટ્રાન્સપોર્ટ શભ્ય પોતાનું કામકાજ બંધ રાખી કોરોનાવાયરસ ના ચેપની ચેઇન તોડવા અને હાલ જે ઓક્સિજન અને હોસ્પિટલ બેડ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોડાઈ રહ્યા છે જેથી રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના તમામ સભ્યો આમાં જોડાઈને સહયોગ આપે
આ સ્વયંભૂ લોકડાઉન રાજકોટના દરેક વેપારી સંગઠન, એસોસિએશન અને જાહેર જનતા ને જાણ થાય તે માટે રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હસુભાઈ ભગદેવ, ઉપપ્રમુખ રમેશભાઈ સાકરીયા, જનરલ સેક્રેટરી પરમરાજસિંહ રાણા એ તેમની યાદીમાં જણાવ્યું છે