હાલ પોરબંદરની કોવિડ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. શિફ્ટ થયેલ નસિઁગ કોવિડ હોસ્પિટલ ખાતે પણ પ0 માંથી પ0 બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. પરંતુ ઓક્સિજન ફ્લો મીટરની અછત છે ત્યારે ઓક્સિજન અને સારવાર મળે તે પહેલા પાંચ દર્દીમોતને ભેટ્યા છે.
પોરબંદર જિલ્લાંમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને રીપોર્ટમાં નેગેટિવ આવતા દર્દીઓ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે મુખ્ય કોવિડ હોસ્પિટલમાં પણ ખાટલા ખૂટયા છે. દર્દીઓ વધતા હોવાથી સ્થિતિને ધ્યાને રાખી શિફ્ટ થયેલ નસિઁગ જનરલ
હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે જેમાં પચાસ બેડમા પચાસ દર્દીઓથી બેડ ભરાઈ ગયા છે. હાલ ઓક્સિજનના સિલિન્ડર છે પરંતુ પ00 જેટલા ઓક્સિજન ફ્લો મીટરની જરૂરિયાત ઉભી થઇ છે. અને આ ફ્લો મીટર ન હોવાને કારણે હવે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. ઓક્સિજનના અભાવે પાંચ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતા ભૂરાભાઈ પરબતભાઇ મકવાણા નામના 70 વર્ષીય વૃદ્ઘનું ઓક્સિજનના વાંકે મૃત્યુ થયું હોવાનું તેમના સબંધીએ જણાવ્યું હતું.
જ્યારે મિલપરા શેરી નંબર 1 માં રહેતા શોભનાબેન ગોવિદભાઇ બહુપીયા નામની મહિલાને ગઈકાલે શ્વાસની તકલીફ થતા તેમના પરિવારના સભ્યો આ મહિલાને લઈને દરેક હોસ્પિટલના દ્વારે પહોંચ્યા હતા, પરંતુ કોઈ ખાનગી હોસ્પિટલ કે કોવિડ હોસ્પિટલમાં બેડ ભરાયેલા હોઈ જેથી સારવારના અભાવે આ મહિલાનું મૃત્યુ થયું હતું તેવું અગ્નિ સંસ્કાર માટે આવેલા મૃતક મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું. તો બીળ તરફ શિફ્ટ થયેલ નસિઁગ કોવિડ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓક્સિજનના ફ્લો મીટર નથી. અહી ત્રણ જેટલા દર્દીઓ આવ્યા હતા જેનો રિપોર્ટ કે સારવાર થાય તે પહેલા જ ત્રણ દર્દીઓના મૃત્યુ થઈ ગયા હતા. આમ સારવાર અને ઓક્સિજનના ફ્લો મીટરના અભાવે કુલ પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. અહી એક વૃદ્ઘા ઓક્સિજનના અભાવે કોવિડ હોસ્પિટલમાં જમીન પર સુતા નજરે ચડે છે અને તેઓના પરિવાર જનો તબીબ સામે હાથ જોડી વિનંતી કરી રહ્યા હતા.