કોરોનાના કેસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દિવસે ને દિવસે રેકોર્ડ સર્જી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના ગામોમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે ત્યારે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા રાજકોટની 205 રૂટની એસ.ટી બસો રદ કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, કોરોના ફરી પાછો વકરતા ગામે ગામ લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં હોય ત્યારે એસ.ટી બસોમાં પણ મુસાફરોનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે.
આ બાબતે રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી ડિવિઝનની કુલ 505 બસો દરરોજ દોડે છે ત્યારે અત્યારે રાજ્યભરમાં નાઈટ કર્ફયુનિ સ્થિતિ હોય હાલમાં 205 રૂટની બસો રદ કરી દેવામાં આવી છે અને જ્યાં વધુ જરૂરિયાત હોય ત્યાં બસો વધુ દોડાવવામાં આવી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જેમ જેમ મહામારી ઓછી થશે તેમ રેગ્યુલર બસો ફરી પાછી દોડાવવામાં આવશે.