મુસાફરોની ઘટેલી સંખ્યા રેલવેને માફક ન આવી ત્રણ જોડી ડેમો ટ્રેન એક મહિના સુધી બંધ
કોરોના મહામારીમાં ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મોરબી વાંકાનેર પંથકમાં રેલવેને ઘટી ગયેલા ટ્રાફિકને લઈને વાંકાનેર મોરબી વચ્ચે ચાલતી ડેમુ સ્પેશિયલ ટ્રેન ચલાવી તે પરવડે તેમ ન હોવાના કારણે ઓછા ટ્રાફિકને ધ્યાને લઇ રેલવે પ્રશાસને વાંકાનેર મોરબી વચ્ચે દરરોજ ચાલતી ત્રણ જોડી ડેમુ સ્પેશિયલ ટ્રેન 23 એપ્રિલ થી 23 મે સુધી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો રાજકોટ રેલવે ડિવિઝન સિનિયર ડીસીએમ અભિનવ એ જણાવ્યા અનુસાર ત્રણ જોડી ડેમો ટ્રેન રદ કરી નાખવામાં આવી છે એક મહિના સુધી બંધ રહેનારી ડેમુ ટ્રેનની વિગતોમાં ગાડી નંબર 09441/09442 વાંકાનેર મોરબી વાંકાનેર ડેમો સ્પેશિયલ (2) ટ્રેન નંબર 09443/09444 વાંકાનેર મોરબી વાંકાનેર ડેમો સ્પેશિયલ (3) ટ્રેન નંબર 09439/09440 વાંકાનેર મોરબી વાંકાનેર ડેમો ટ્રેન ઓછા ટ્રાફિકના કારણે23 એપ્રિલથી 23 મે સુધી બંધ રહેશે
કોરો કટોકટીના કપડા સમયમાં લોક ડાઉનઆશંકાના પગલે હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન ભણી ચાલ્યા ગયા હોવાથી સમગ્ર પંથકમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભારે ઘટાડો આવ્યો છે તેમાં પણ ટ્રેનોમાં ટ્રાફિક ન હોવાના કારણે રેલવે તંત્રે એક મહિના સુધી ત્રણેય ટ્રેન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે