હોસ્પિટલમાં સર્જાયેલ ઈન્જફેકશનની અછત બાબતે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી
જામનગરમાં કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે રેમડેસિવર ઇન્જેક્શનની અછત-મુશ્કેલી બાબતે જામનગર મ.ન.પા.ના વિપક્ષના પૂર્વ નેતાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પૂર્વ વિપક્ષી નેતા અસલમભાઇ ખિલજીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, તંત્ર દ્વારા કોરોનાને પહોચી વળવા માટે કોઈપણ જાતનું એક્શન પ્લાન ન હોય. સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડની કોઈ જ વ્યવસ્થા ન હોય. ઓક્સીજનની વ્યવસ્થા પણ નથી. ડોક્ટર્સ સ્ટાફની પણ અછત હોય જે ડોક્ટરો હાલમાં કોરોના સામે તેની સમતાથી પણ વધારે લડી રહ્યા છે. તેવા કોરોના વોરીયર્સને દિલ થી સલામ છે. જેઓ રાત-દિવસ એક કરી રહ્યા છે. કોરોનાની રસી રેમ્ડેસિવીર ઇન્જેક્શનની ભયંકર અછત હોય તેવી પરિસ્થિતિ માત્ર જે હોસ્પિટલનું જેએમસી સાથે એમઓયુ થયેલ તેને જ આ ઇન્જેક્શન મળશે પરંતુ તેમની પાસે એ નથી માત્ર પાંચ કે છ હોસ્પિટલ સાથે છે. જેસીસીસી, ડો. તબરેજ સમા સાહેબ ની હોસ્પિટલ, ડો.અલ્કેશ પાટલિયા હોસ્પિટલ આવી 6 થી 9 હોસ્પિટલ સાથે એમઓયુ કરેલ છે. હાલમાં સ્થિતિ એવી ભયંકર છે. જી.જી. હોસ્પિટલમાં 80-90 દર્દીનું વેઈટીગમાં છે. અને જેના સાથે એમઓયુ થયેલ છે. પ્રાઇવેટ હોસ્પીટલમાં પણ વેઈટીંગ છે. સરકાર કહે છે ઘરે રહીને ઈલાજ કરો તો તેના માટે રેમ્ડેસિવીર ઇન્જેક્શન સાર્વજનિક કરવું પડે જનરલ તમામ મેડીકલમાં મળતું થવું જોઈએ. તો આ શક્ય છે. કેમ કે કોઈપણ કોરોના લક્ષણવાળા દર્દીને ફરજીયાત રેમ્ડેસિવીર ઇન્જેક્શન આપવું પડે. હાલ અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે ? સમુદ્રમાં સોઈ ગોતવી અને દર્દી માટે રેમ્ડેસિવીર ઇન્જેક્શન ગોતવું બંને બરાબર છે. ખરેખર ગુજરાત સરકાર દ્વારા ફ્રી રેમ્ડેસિવીર ઇન્જેક્શન મળવું જોઈએ. તેની જગ્યાએ ઇન્જેક્શનમાં કાળા બજાર થાય છે. આ બાબતમાં કોઈ રાજકારણ ન હોય પણ અમારી એવી માંગણી છે. લોકોને રેમ્ડેસિવીર ઇન્જેક્શન સહેલાય થી મળી રહે. જેથી કરીને ગરીબ દર્દીઓ કોરોનાના લીધે પોતાનું જીવ ગુમાવું ન પડે.