“કોલેજવાડી કા રાજાનું ગણેશ મહોત્સવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં વિશેષતા માટે તેમણે ગણપતિજીને બગીમા બેસાડીને તેમનાં ઘરમાં સ્થાપના કરી હતી. ૧૦ અશ્ર્વો અને બેન્ડ બાજા સાથે ભવ્ય ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયશ્રીબેન ધામેચાએ જણાવ્યું હતું કે, તેઓ ગણપતિનું આયોજન છેલ્લા ૯ વર્ષથી કરે છે. તેમને ખુબજ ખુબજ ખુશી છે કારણ કે તેમના દિકરાના લગ્નની તારીખ પણ ૨૫/૮/૧૭ છે તો ગણપતિ પણ ૨૫.૮.૧૭ છે તો તેમણે પહેલા ગણપતિ સ્થાપના કરી બાદમાં દિકરાની જાન જોડવાનું નક્કી કર્યું હતું.
બગીમાં બેસી ભક્તો પાસે આવ્યા ‘ન્યુ કોલેજવાડી કા રાજા’
Previous Articleરેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે ભવ્ય આરતી
Next Article ગણપતિ મહોત્સવમાં એક જ ઉદેશ, માટીના હોય ગણેશ