કોરોના પ્રવેશતા જ ગંભીર લક્ષણો વાળા દર્દીઓના જીવ સરળતાથી લઈ જઈ રહ્યો છે. ફેફસાં બ્લોક કરી દેતા આ બિહામણા વાયરસના કારણે દર્દીઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. પરંતુ આ વાયરસ પ્રાણવાયુને કઈ રીતે હરી રહ્યો છે ?? સૌ કોઈને ખ્યાલ છે એ રીતે વાઇરસ ફેફસાને ગંભીર રીતે અસર કરતો હોવાને લીધે શ્વછોશ્વાસની પ્રક્રિયા રૂંધાય છે અને દર્દીને તાત્કાલિક કુત્રિમ પ્રાણવાયુની જરૂર પડે છે પરંતુ હાલ પ્રાણવાયુની પણ અછત સર્જાતા દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને વાયરસ કોરોના ગ્રસ્ત દર્દીઓના પ્રાણવાયુને હરવામાં વધુને વધુ તાકાતવાન બન્યો છે. શ્વાસઉચ્છવાસની પ્રક્રિયામાં અવરોધ ઉભો થવાને કારણે ગંભીર સ્થિતિ ઉભી થાય છે. હાલ દરરોજ સેંકડો લોકો મોતને ભેટી રહ્યા છે.દેશમાં મોતનો આંકડો 2000ને પાર થઈ ગયો છે.
જણાવી દઈએ કે, દરરોજના કેસ ત્રણ લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં આશરે 3.15 લાખ જેટલા ફ્રેશ કેસોની સાથે 2,102 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિત થયા બાદ અનેક દર્દીઓ ના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. પ્રાણવાયુ માંગની વધી છે. જેથી સરકારે પ્રાણવાયુ મામલે દર્દીઓને તકલીફ ન થાય તે માટે તબક્કા વાર પગલાં લીધા છે. મેડિકલ માટે ઉપયોગમાં લેવાતા પ્રાણવાયુ લોકો સુધી પહોંચાડવા માટે કેટલાક નિયંત્રણો લાદવાનો નિર્ણય પણ લેવાયા હતા. જેના પરિણામે 10થી 12 ટકા એટલે કે અંદાજીત સાત હજાર મેટ્રિક ટન ઓક્સિજન દર્દીઓ માટે ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે.