કોરોનાની મહામારી અને પર્યાવરણની બદલતી સ્થિતિમાં વાતાવરણમાં આવી રહેલા ,પરિવર્તન માં હવે માનવી અને કુદરત દ્વારા આપવામાં આવેલ મોટામાં મોટી ભેટ “પ્રાણવાયુ’ની કદર થઇ ક્યારેય ય આપણે વિચાર્યું ન હતું કે પ્રાણવાયુની પણ અ છત સર્જાય શકે, કોરોના ના કેસ અને હોસ્પિટલ પર વધી રહેલા ભારણ થી હોસ્પિટલમાં ખાટલા અને દવા ઇન્જેક્શન ની જ અછત ઊભી નથી થય પ્રાણવાયુ પણ તંગીના હાસિયા માં આવી ગયું છે… ક્યારે જીવન સૃષ્ટિમાં એવી કલ્પના પણ ન થઈ હોય કે જેના ઉપર જીવન શક્ય છે તે પ્રાણવાયુના પણ ક્યારેક પ્રાણ ઉડી જાય, પર્યાવરણ અને કુદરતની તમામ સમૃદ્ધિ અને સ વ લ ત માટે કાળા માથાના માનવી ને એક ફદિયું પણ ખર્ચ કરવો પડતો નથી પરંતુ હા માનવી ને આ કુદરતી સંસાધનો ની ગુજરાતની બક્ષિસ ની એટલી તો જરૂર કિંમત ચૂકવવી જ પડે કે તેનો દુરુપયોગ ન થાય તેની ખેવના રાખી પડે તમામ જીવો માં મનુષ્ય સૌથી વધુ બુદ્ધિ શાલી માનવામાં આવે છે પરંતુ પ્રકૃતિ નુકસાન કરવામાં અને પોતાની બરબાદ ની કબર ખોદવા માં મનુષ્ય તમામ જીવો માં સૌથી વધુ ડફોળ પુરવાર થાય છે કોઈ પણ પશુ પક્ષી કે નાનું એવું જીવ ક્યારેક કોઈ એવી હરકત નથી કરતું કે તેનાથી પર્યાવરણને નુકસાન થાય આ એકમાત્ર પર્યાવરણને નુકસાન કરવાનું અધિકાર માનવીએ પોતાની પાસે રાખ્યો છે માનવીની આ બેદરકારી અને મૂર્ખામી ની સજા માનવજાત ઉપરાંત પશુ-પક્ષીઓ અને પર્યાવરણને પણ ભોગવવી પડે છે સુવિધા અને વિકાસના નામે નવા નવા સંશોધન કરનાર માનવી એ સુખાકારી માટે સંજેલી કુર્તી મ વસ્તુ પર્યાવરણ માટે જોખમી હોય છે પ્લાસ્ટિક નો જ એક દાખલો લો તો પ્લાસ્ટિક બનાવવામાં અને તેના વપરાશમાં ભલે ગમે તેટલા નિયમો પાળવામાં આવે અત્યારે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે પ્લાસ્ટિકના ન જોઈ શકાય તેવા કણ હવામા ભળી ગયા છે સ્વચ્છ હવા સમજીને લેવાતા શ્વાસ માં ઓક્સિજનની સાથે-સાથે પ્લાસ્ટિકના રજકણો પણ ફેફસામાં જાય છે કાર્બન ડાયોક્સાઇડ અને વાંધાજનક વાયુ ની વાતો દૂર રહી હવે વાતાવરણમાં પ્લાસ્ટિકની હવા બનતી જાય છે પ્રાણવાયુના પ્રાણ આપણે હરી લીધા છે, નિષ્ણાંતો નું માનવું છે કે હજુ તો આ આ શરૂઆત છે પર્યાવરણનું જે રીતે નુકસાન થાય છે તેના ખરાબ પરિણામો મહાભયંકર હશે હવામાન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ મિથેન નાઈટ્રોજન મોનોક્સાઈડ ડાયોક્સાઇડ , હવામા સલ્ફર, જેવા જોખમી વાયુઓનું પ્રદૂષણ હવે સામાન્ય બાબત બની ગઈ છે હવે તો નકર અને બિનપરાવર્તિત ગણાતું પ્લાસ્ટિક સુક્ષ્મ કણો ના રૂપમાં વાયુમાં ભળવા લાગ્યું છે, પર્યાવરણની જાગૃતિ માટે વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી થાય છે પૃથ્વી દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ પૃથ્વી સાચવવા માટે કોઈ પગલાં લેતા નથી કે ભવિષ્યના ખરાબ પરિણામો અને નુકસાન ઓછું કરવા માટે કોઈ સજા કરતા પણ દાખવતા નથી પ્લાસ્ટિક આપણા જીવનમાં વણાઈ ગયું છે હવે તેનું પ્રદૂષણ પ્રાણવાયુના પ્રાણ હરવા નિમિત્ત બન્યું છે, કુદરતી સાથેની છેતરપિંડી અને નિયમો ની જાળવણી ની બેદરકારી હવે ભયંકર પરિણામો આપે તેવા કુદરતના સંકેત મળી રહ્યા છે ત્યારે હજુ મને મોડું થયું નથી કુદરત રૂઠે ત્યારે કોઈ તેની સામે ટકી શકતું નથી મહામારીમાં અત્યારે દવા અને ઇલાજ માટે ફાંફા થઈ ગયા છે ત્યાં પ્રાણવાયુની અછત ઊભી થઈ પ્રાણવાયુની આ પરિસ્થિતિ માટે માનવી કેટલા જવાબદાર છે તેનું મનોમંથન કરવું જોઈએ એક વૃક્ષ તેના જીવન દરમિયાન એકલો જીવોને મળે તેટલું પ્રાણવાયુ વાતાવરણમાં આપે છે તે વૃક્ષોનું જતન કરવું તો એક બાજુ રહ્યું માનવીલાસ માટે તેનું નિકંદન કાઢી રહ્યો છે કુરતી અપરંપાર આપે તો છે પરંતુ તેનો દ્રોહ કરનારાઓને અચૂક સજા આપે છે ઓક્સિજનના બાટલા ની જરૂર પડી, ખેંચઉભી થઈ ત્યારે પ્રાણવાયુની કિંમત થઈ પરંતુ આ પ્રાણવાયુના પ્રાણ હવામાન આપણી શું ભૂમિકા છે તે હવે માત્ર વિચારવાનું જ પરંતુ પર્યાવરણ નુકસાન કરવામાં કયા કયા પરિબળો કારણભૂત છે? તેનું પ્રમાણ કેમ ઘટે ? તેનો વિચાર કરવો જોઈએ.. પર્યાવરણ પ્રકૃતિ અને પૃથ્વી દરેક જીવ જ જીવને તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે સમર્થ છે પર્યાવરણ ના ઉપકાર ક્યારે આપણે ઉતારી શકીએ તેમ નથી પરંતુ તેનું જતન કરવાની ફરજ જો આપણે ચૂકી જશો તો બધું હશે પણ પ્રાણ નહીં હોય કેમકે પ્રાણવાયુના પ્રાણ જ આપણે છીનવી લેતા હોઈએ તો પછી આપણે આપણા પ્રાણ જરૂરિયાતો માટે પ્રાણવાયુ પાસે શું અપેક્ષા રાખી શકીએ, પ્રાણવાયુના પ્રાણ સંપૂર્ણપણે ઉડી ન જાય તે માટે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે