વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેર દેશ અને રાજયને ઝપટમાં લીધી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડ ખુટી ગયા છે. ત્યારે લેભાગુ તત્વો દ્વારા ઇન્જેકશન, ઓકસીજનના બાટલા અને લેબ સંચાલકો દ્વારા મજબુરીનો ફાયદો ઉઠાવી સરકારે નકકી કરેલા દરથી વધુ રકમ પડાવતા હોવાનું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના ઘ્યાને આપતા તમામ પોલીસ મથકના વિસ્તારની લેબોરેટરી અને ઓકસીજનના વિક્રેતાને ત્યાં સઘન ચેકીંગ હાથ ધરવા સુચના આપી છે.
એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી. જોશી સહિતના સ્ટાફ દ્વારા વિસ્તારની લેબોરેટરી અને ઓફસીજન ડિલરોને ત્યાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી રજીસ્ટર સહિતની વિગતોની તપાસણી કરી હાજર રહેલા દર્દી અને દર્દીઓના સગાઓને વધારાના કોઇ રૂપિયા પડાવતા નથી તેવી ખરાઇ કરી અને સરકારની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરવા સુચના આપી હતી.