રાજકોટ: ન્યારી ડેમ પાસેના નવા સ્મશાનની સ્થળ મુલાકાત લેતા ડો. પ્રદીપ ડવ
શહેરમાં કોરોનાના કેસોનો વ્યાપ વધીરહેલ છે. ત્યારે કોરોના દર્દીઓનાં દુ:ખદ અવસાન બાદ સદગતની અંતિમક્રિયા માટે ઘણો સમયલાગે છે. તેમના પરિવારજનોને આ દુ:ખદ ઘટનાને કારણે ખૂબજ મુશ્કેલી અનુભવે છે. અવસાન પામેલ દર્દીઓની અંતિમ ક્રિયા વહેલાસર થાય તે માટે જુદા જુદા સ્મશાનના હોદેદારો સાથે મેયર પ્રદીપ ડવે મીટીંગ કરી હતી. સાથે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે ન્યારી ડેમ પાસે આવેલ વાગુદળ રોડ પર સ્મશાન શરૂ કરેલ છે.
માનવ સેવા ચેરી.ટ્રસ્ટ સંચાલિત સ્મશાનમાં તાત્કાલીક 15 ખાટલાની વ્યવસ્થા કરાઈ
જેમાં 15 ખાટલાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આસ્મશાનમાં કોવીડ બોર્ડની અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોવીડ બોડીના અંતિમ સંસ્કાર માટે જુદા જુદા સ્મશાનમાં 5 ઈલેકટ્રીક 1 ગેસ તથા 47 ખાટલા સાથે કુલ 53 કોવીડ બોડીની અંતિમ ક્રિયા થઈ શકશે.તેમજ અન્ય સ્મશાનો મળી કુલ 29 ડેડ બોડીની અંતિમક્રિયા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્મશાનની મેયરે મુલાકાત પણ લીધી હતી.