ડિસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા વડાપ્રધાન મોદી સહિતને પત્ર લખી યુવાનોને રસીકરણમાં સામેલ કરવા માંગ કરી ‘તી
45 વર્ષ કરતા ઓછી વયના તમામને કોરોના રસી આપવાના નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયને આવકારતું રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનની સફળ રજુઆત. આરોગ્ય સેવા સાથે સંકળાયેલા ફન્ટલાઈન વર્કર અને 45 વર્ષથી 59 વર્ષના તમામ નાગરીકોને તબકકા પ્રમાણે રસીકરણ હાય ધરાયેલ છે ત્યારે તાજેતરમાં જ અદાલતોમાં ઓનલાઈન વર્ચ્યુઅલ કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ આપેલ તેથી વકીલો ફરી આર્થિક કટોકટીમાં મુકાય તેવી પરિસ્થિતિ નિમાર્ણ પામવા તરફ જઈ રહેલ હોય અગાઉ પણ અદાલતોમાં આંશિક કાર્યવાહીનો આદેશોને કારણે આશરે એક વર્ષ જેટલો સમય અનેક વકિલોની હાલત કફોડી બની હતી. ઘી એડવોકેટ એકટ 1961માં રહેલ પાબંધીઓને કારણે વકીલો વકિલાત સિવાય અન્ય કોઈ ધંધો રોજગાર કરી શકતા ન હોય તેથી , સતત વધતી જતી કોરોના મહામારીનો પગ પેસારો રોકવા 4પ વર્ષથી નીચેના વકીલો સહિત યુવાનોને કોરોના વેકિસનેશનમાં આવરી લઈ ગંભીર બિમારીના ભયમાંથી મુકત કરવા વકીલોના પ્રશ્ન હંમેશા જાગૃત રહી વકિલો તથા સમાજના હિત માટે સદા સતત કાર્યો કરતા વકિલોના સંગઠન રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન દ્વારા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે , કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધનજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ , બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, દિલીપભાઈ પટેલ, મેમ્બર,બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રજુઆત કરવામાં આવેલ હતી.
કોવિડ મહામારીની બીજી લહે2ને નાથવા, બમણા જોશથી લડવા અને કરોડો લોકોના જીવ બચાવવા વેકિસનેશનની ઝુંબેશને વધુ ઝડપી દરેક લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે કોવિડએપ પર 2જીસ્ટ્રેશન કરાવ્યેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોવિડ19ની વેકિસન આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ નિર્ણય કરેલ છે તે નિર્ણયને રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ મેહુલભાઈ મહેતા, સેક્રેટરી દિલીપભાઈ જોષી, અજય પિપળિયા, જોઈન્ટ સેક્રેટરી જતીનભાઈ ઠકકર, ખજાનચી વી. ડી. રાઠોડ અને નયનભાઈ વ્યાસ સહિતના વકીલો એ આ નિર્ણયને આવકાર્યો છે