કોરોના મહામારી ના સંક્રમણ કાળમાં અત્યારે વ્યવસ્થાથી મહામારી ની તીવ્રતા બે ડગલા આગળ ચાલતી હોય તેવું ચિત્ર ઊભું થયું છે પ્રથમ અને બીજા વાયરા ની કળ વળી નથી ત્યાં ત્રીજા અને વધુ જોખમી સ્ટેન ના પગરણ ના ડાકલા વાગે છે તેવા સંજોગોમાં તંત્ર અને સરકાર પાસે અત્યારે ઝડપી સારવાર અને સંક્રમણ જેમ બને તેમ કાબુમાં લેવાના પ્રયાસો સિવાય કોઈ વિકલ્પ નથી ઘોર અંધારામાં નાનકડી જ્યોતિ પણ અજવાસ પ્રસરાવી દે તેવી રીતે પ્રથમ વાયરા ની તુલના માં એક એ વાત નો સધિયારો છે કે હવે આપણી પાસે કોરોના માટેની રસી ઉપલબ્ધ છે અત્યારે ત્રીજા ચરણના વેક્સિનેશન માં કોરોના ફ્રન્ટલાઈન વોરિયર બીમાર અને વૃદ્ધો પછી હવે અઢાર વર્ષની ઉંમરથી વધુ તમામ લોકોને રસીથી સુરક્ષિત કરવા ચક્રોગતિમાન કરી દેવાયા છે દર્દીઓની સંખ્યામાં વ્યાપક વધારા સામે મહદંશે સરકારી અને ખાનગી બીપી વ્યવસ્થાપન જરૂરી ચીજવસ્તુઓ દવાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ ને લઈને ટૂંકું પડી રહ્યું છે પરંતુ સરેરાશ પરિસ્થિતિને વધુ ને વધુ કાબુમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે કોરોનાનો આ નવો વાયરો વધુ સંક્રમણ ફેલાવવા માટે શક્તિશાળી છે ત્યારે આ વાયરાંને રોકવા માટે લોક ડાઉન ફરીથી આવશ્યકતા ઉભી થઇ છે કે કેમ? જે સવાલ અત્યારે વ્યાપક ચર્ચાઈ રહ્યો છે આ મહામારીને ફેલાતી અટકાવવા માટે સામાજિક અંતર આવશ્યક છે પરંતુ જ્યારે આ રોગચાળો નવો નવો આવ્યો હતો ત્યારના સંજોગો મા લોક ડાઉન ની જરૂરિયાત, આવશ્યકતા અને પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે મહામારી ની દવા આવી ગઈ છે તેની લાક્ષણિકતા નો અભ્યાસ અને આપણી પાસે આ બીમારી સાથે કામ લેવાનું બરાબર એક વર્ષનો અનુભવ નું ભાથુ આ બીમારી સામે લડવાના હથિયારમાં સામેલ થઈ ચૂક્યું છે લોક ડાઉન અત્યારની સ્થિતિએ આ બીમારીને મહા ત આપવા માટે સજાવતા આરોગ્ય સારવાર ચીવટપૂર્વક નું રસીકરણ અને સંક્રમણના પ્રભાવથી પોતે અને પોતાના પરિવારને સલામત રીતે દૂર રાખવા જેવા પરિબળો જરૂરી બન્યા છે લોક ડાઉન ઘણી જગ્યાએ રીતે લોક ડાઉન જેવી સ્વયંભૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે વ્યાપક ધોરણે લોક ડાઉન નાખીને બધુ બંધ કરી દેવાના બદલે સમયાંતરે સામાજિક અંતર ની પરિસ્થિતિ વધારી જનજીવન અને આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખતા રાખતા બીમારીનો સામનો કરવાનું નિષ્ણાતોએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે માત્ર બંધ કરી દેવાથી આ મહામારી ચાલી જવાની નથી સો મણનો સવાલ એ છે કે લોક ડાઉન અંતિમ ઉપાય છે?ત્યારે આ મહામારી બંધ ના બદલે સામાજિક જાગૃતિ ચીવટતાથી રસીકરણ અને સારવારની પૂરતી વ્યવસ્થા પણ મહત્વની છે ત્યારે મહામારીને નાથવા માટે લોક ડાઉન અંતિમ વિકલ્પ નથી અન્ય રસ્તાઓ પણ ખુલ્લા રાખવા જોઈએ
Trending
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન