ઓક્સિજન સિલિન્ડર માટે ગણતરીની કલાકોમાં જ રૂ. 30 લાખથી વધુ દાન માં આવ્યા
ગોંડલમાં કોરોના મહામારીએ માઝા મુકી છે અને હજારો લોકો કોરોનાની કારમી ઝપટમાં આવ્યા છે અને સીવીલ હોસ્પીટલ, અમૃત હોસ્પીટલ તથા અન્ય હોસ્પીટલોમાં દાખલ થવા માટે વલખા મારી રહયા છે. દરેક હોસ્પીટલોમાં ભીડ હોઇ કોઇ પણ હોસ્પીટલમાં ખાલી બેડ થતા નથી કારણ કે સામાન્ય રીતે કોરોનાના દર્દી આશરે 8-10 દિવસ સારવાર બાદ જ બહાર આવે તેથી હજારો દર્દીઓને હવે ઓક્સિજન મળવો મુશ્કેલ બન્યો છે, રાજકોટ, અમરેલી ના દર્દીઓ પણ ગોડલ ખાતે સારવાર માટે આવતા હોઇ અત્યંત દયનીય પરિસ્થિતી થવા પામી છે.
તેવા સમયે ભારતીય જનતા પાર્ટીના ટીમનાં દરેક કાર્યકર મિત્રો હોદેદારો સતત દોડી રહયા છે અને આખરે હવે લોકોને માત્ર ઓક્સિજન આપીને પોત પોતાના ઘરે સારવાર મેળવી શકે તેવા હેતુથી ઓકસીજન ના સીલીન્ડર લેવા માટે દાતાઓને અપીલ કરવામા આવતા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રૂા 5 લાખ તથા માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિગાળા દ્રારા રૂમ 8 લાખ તથા ભીખુભા જાડેજા (વેરાઇ મંદિર ટ્રસ્ટ ) દ્રારા 5 લાખ તથા વિમલભાઇ પિત્રાડા દ્વારા આશરે 3.50 લાખ તથા કલ્પેશભાઇ વસોયા દ્વારા રૂમ 3.50 લાખ વિજયભાઇ વાડોદરીયા માર્કેટ યાર્ડ દલાલ મંડળ, પટેલ સમાજ- ભાગવતપરા અને જેલચોક, ઉધોગનગર એસો. ઘનસુખભાઇ નંદાણીયા, કોટડીયા પરિવાર મંદિર ટ્રસ્ટ વિગેરે દ્વારા આશરે રૂમ 30 લાખ જેવી માતબર રકમ એકઠી કરેલ અને 300 સીલીન્ડર મંગાવેલ તેને લુહાર સમાજ ગોડલ રાજુભાઇ પીત્રોડા, શાંતીભાઇ પીત્રોડા તેમજ મેમણ સમાજના આસિફભાઇ ઝીકરીયા વગેરે દ્વારા વીના મુલ્યે ભરી આપવામા આવે છે. આમ ગોડલના દર્દીઓને રાહત મળે તે રીતે ટીમ ભાજપ કામ કરી રહી છે.
સમગ્ર કામને વેગવંતુ રાખવા માટે પ્રફુલભાઇ ટોળીયા, અલ્પેશભાઇ ઢોલરીયા, અશોકભાઇ પીપળીયા, પ્રવીણભાઇ રૈયાણી, ઓમદેવસિંહ જાડેજા, દિનેશભાઇ કોટડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, શેલેષભાઇ ફૌજી તથા ભાજપની ટીમ કામ કરે છે. અને તમામ દાતાઓનો ખુબખુબ આભાર માને છે સાથે આ વિકટ ઘડીમાં મદદ રૂપ થવા સહુને વિનંતી કરે છે.
ઓકસીજન સીલીન્ડની વ્યવસ્થા કરી પરંતુ તેમની ઉપર જે ઓકસીજન ફલો મીટર તથા હયુમીડીફાયર ઘટ પડે છે. તે મેળવવા માટેની ટીમ દ્વારા મુંબઇ અમદાવાદ દીલ્હી વગેરે જગ્યાએ થી પ્રાપ્ત કરેલ છે. તેમજ તેની હજુ પણ વધુ જથ્થામાં વ્યવસ્થા ટેકનીકલ રીતે કેમ થઇ શકે તેની મથામણ ચાલુજ છે.
સંકટની આ ઘડીમાં ગોડલ શહેર તથા તાલુકાના તમામ લોકોને આગેવાનો દ્વારા એક નમ્ર અપીલ કરવામા આવે છે. કે ઘરમાં રહો અને સુરક્ષીત રહો માંસ્ક, સેનીટાઇજેસન, સોસ્યલ ડીસ્ટન્સ અને વેકસીનેશન એજ કોરોનાથી બચવા માટેનો ઉપાય છે. તેના વિના આ મહામારી થી બચવુ મુશ્કેલ છે.