કોરોનાના નવા વાયરા અને બેકાબૂ બની રહેલા સંક્રમણને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે રસીકરણના વ્યાપને ઝડપ અને વધુ વિસ્તાર આપીને આ મહામારી ને કાબુમાં લેવાની રણનીતિ ના ભાગરૂપે સરકારે હેલ્થ વર્કર રજ્ઞિક્ષહિંશક્ષય વર્કર અને મોટી વયના લોકો બાદ હવે 18 વર્ષથી ઉપરના તમામ ને રસીનો ડોઝ આપવાનું ત્રીજા તબક્કાના રસીકરણ માટે કમર કસી છે અત્યારે કોરોના ના નવા સ્ત્રેન્ન મ રોગના લક્ષણો અને દર્દીઓની વયમર્યાદામાં ખૂબ જ મોટા ફેરફાર દેખાયા છે કોઈપણ પ્રકારના રોગ ના લક્ષણો ન હોય તેને પણ પોઝીટીવ રીપોર્ટ આવવા લાગ્યા છે વળી મુર્ત્યું અને સંક્રમિત દર્દીઓની ઉંમરમાં પણ મોટો તફાવત સામે આવ્યો છે કાચિંડાની જેમ રંગ બદલી રહેલા કોરોના ને કાબુમાં લેવા માટે એકમાત્ર શસ્ત્ર રસીકરણના વ્યાપને વધારવાના સરકારના નિર્ણયને નિષ્ણાતોએ સમયોચિત ગણાવીને આવકાર આપ્યો છે હવે અઢાર વર્ષની ઉંમરના તમામ લોકોને રસીકરણનું કવચ આપવાની કવાયત ના આરંભથી યુવાવર્ગમાં ફેલાતા સંક્રમણને કાબૂમાં લઇ શકાશે ગુજરાતમાં રસીકરણ ઝુંબેશ તેજ બનાવવામાં આવ્યું છે કોરોનાવાયરસ ની બીજી લહેર દેશભરમાં આંતક મચાવી રહી છે ત્યારે વાયરસનાં ફેલાવા માંથી મુક્ત રહેવા માટે રસીકરણ આવશ્યક છે કોરોના સામે લડવા હવે માત્ર ઝડપી રસીકરણ જ એક માત્ર ઉપાય હોય તેમ આ મહાઅભિયાનનો વ્યાપ વધારવા માટે હવે જુવાનીયાઓને રસીથી આરક્ષીત કરવામાં આવશે મોટાભાગના યુવાનો પર શૈક્ષણિક અને આર્થિક પ્રવૃત્તિઓને લઈને સંક્રમણનું જોખમ વધુ હોય પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર ફ્રન્ટલાઈન વર્કર અને મોટી વયના લોકો બાદ હવે 18 વર્ષથી ઉપરના લોકો ને રસીકરણથી સુરક્ષિત કરવા માટેના નિર્ણય અને તેના અમલથી કેસના વધારામાં અંકુશ આવશે અને સાથે સાથે યુવાવર્ગ સુરક્ષિત બનશેકોરોના ના વધતા જતા સંક્રમણ અને મૃત્યુદર ને અટકાવવા માટે સાર્વજનિક ધોરણે ટેસ્ટિંગ અને જરૂરી દવા હોસ્પિટલો ઇન્જેક્શન અને કુર્તી આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવાની સાથે સાથે હવે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસીકરણથી સુરક્ષિત કરવાના ગુજરાત સરકારના નિર્ણય અને તેની અમલવારી થી યુવાવર્ગને સુરક્ષિત કરીને આ મહામારી ને કાબુમાં લવાશે રસીકરણના પ્રથમ તબક્કા બાદ હવે યુવાવર્ગના રસીકરણ અભિયાન થી મહામારી નો વેગ મળશે અને યુવાવર્ગને સુરક્ષાનું કવચ અલબત્ત હવે દરેક લોકોને ચીવટપૂર્વક રસીકરણમાં તંત્રને સહયોગ આપવાની ફરજ અને સમજદારી દેખાડવી પડશે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે