રાજકોટ સહિત દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેને પગલે લોકો પોતાના જીવ બચાવવા દરદરની ઠોકર ખાઈ રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ખાનગી હોસ્પિટલો મન ફાવે તેવા ભાવ તોડીરહી છે. અને લાખો રૂપીયા સારવારના નામે પડાવી રહી છે. ત્યારે આ મહામારીમાં લોકોના જીવ બચાવવા અને પ્રજાને લૂંટાતી બચાવવા માટે રાજય સરકાર ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનું ભાવ બાંધણુ જાહેર કરે તેવીમાંગણી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સહમંત્રી ગોપાલ અનડકટનું કહેવું છે કે, 48 કલાકમાં સરકાર નિર્ણય જાહેર કરે તે જરૂરી છે. શહેરમાં 80 ટકા તબીબી સ્ટાફ ખૂબ સારી સેવા કરી રહ્યો છે. પરંતુ 20 ટકા હોસ્પિટલોએ રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી છે.તે જરાય ચલાવી શકાય નહી જેથી આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તાકીદે આવી હોસ્પિનટલો સામે પગલા લ્યે તે જરૂરી છે. સારા તબીબોનું કોંગ્રેસ સન્માન કરશે પરંતુ લૂંટ ચલાવતી હોસ્પિટલો સામે જો સરકાર કોઈ નિર્ણયં નહિ લ્યે તો કોંગ્રેસ જરાય પાછીપાની નહી કરે તેવું રાજકોટ કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી. ડી.પી. મકવાણા, ગોપાલભાઈ અનડકટ, રણજીત મુંધવા અને ઘનશ્યામસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઈ અનડકટ, રણજીત મુંધવા અને ઘનશ્યામસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છેકે રાજકોટ શહેર સેવામાં હંમેશા અગ્રેસર હોય છે.ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવવાનું કે રાજકોટમાં કોરોના મહામારી વચ્ચે પણ જીવન જોખમે 80 ટકા હોસ્પિટલનો તબીબી સ્ટાફ લોકોનીસેવા કરી રહ્યા છે. તે બાબત હકિકતે બિરદાવવા લાયક છે. અનેકોંગ્રેસ આવી હોસ્પિટલો અને તબીબોનું સન્માન પણ કરશે. પરંતુ 20 ટકા હોસ્પિટલો અને તેનો સ્ટાફ જે કાયદેસરનું કતલખાનું ચલાવતા હોય તેમ બેફામ મન ફાવે તેવા બિલ ઉઘરાવી રહી છે.તે બાબત નિંદનીય છે.જેથી આ ઉઘરાણા કરતી હોસ્પિટલો સામે 48 કલાકમાં જ આકરા પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠાવી છે.