જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ફરસાણની દુકાન માંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો અને રમાડતા એક શખ્સને પકડી પાડયો છે, અને આ ગુન્હામાં 9 જેટલા જુગારીઓ સામે ગુન્હો નોંધાવતા સટ્ટાખોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.શહેરના ઝાંઝરડા રોડ, રણછોડનગરમાં રહેતો મુકેશ ઉર્ફે મુકો ભગવાનદાસ જેઠનંદાણી પોતાના કબ્જા ભોગવટાની મજેવડી દરવાજા નજીક આવેલી દિવ્યા ફરસાણ નામની દુકાનમાં બેંગ્લોર તથા કોલકતા વચ્ચે રમાતી આઇ.પી.એલ.ની કિકેટ મેચ ઉપર મોબાઇલ ફોન દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી, ક્રિકેટ મેચમાં હાર-જીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી, નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ લે કરતા ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ દરોડા દરમિયાન મોબાઈલ ફોન-2, સોદાઓ લખેલ કાગળ, ટીવી-1, સેટપ બોક્ષ-1, રીમોંટ-1, રોકડા રૂ.2580 મળી કુલ રૂ. 19,080/- ના મુદામાલ કબજે કર્યો હતો. તેમજ ગ્રાહકોના મોબાઇલ ફોન ઉપર સોદાઓ લઇ જૂનાગઢના રોહીત બારીયા પાસેથી ક્રિકેટ સટ્ટાનુ આઇ.ડી મેળવી કપાત કરી અંગત ફાયદા માટે ક્રિકેટ મેચ વખતે ક્રિકેટ સટ્ટાના સોદા કરી હવાલા દ્રારા નાણાની આપ લે કરતો હોવાનું ખુલતા જૂનાગઢના રોહીત બારીયા, ગાંધીગ્રામના રામભાઇ, કમલ સીંધી, પકાભાઇ, રાહૂલ, બાપૂ, રાજૂભાઇ દેસાઇ સહિત 8 શખ્સો સામે નામ જોગ અને આ શખ્સના સંપર્કમાં આવેલા અન્ય ગ્રાહકો સામે પોલીસમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
Trending
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT
- રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન બનશે દિનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ વા.ચેરમેન
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન
- હવે આ રીતે સફળ કુટુંબ બનાવો, બાળકો કરશે પ્રગતિ !