રેમડેસીવીરના ઉપયોગ બાબતે રાજય સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ જરૂરી: કલેકટરની જિલ્લા તબીબોને સુચના
જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ રેમડેસીવીરના ઉપયોગ બાબતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સુચના મુજબ હવે તમામ સરકારી દવાખાના સિવાય ખાનગી કોવીડ દવાખાનાઓને પણ રેમડેસીવીરનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે પરંતુ એ દવાખાનું ડેઝીગ્નેટેડ કોવીડ દવાખાનું હોવું જોઇએ.
જેમાં કોવીડ પોઝીટીવ દર્દીઓની સાથે સાથે છઝઙઈછ નેગેટીવ દર્દીઓ કે જેના સીટી સ્કેન રિપોર્ટમાં કોરોનાના લક્ષણો દેખાય છે એવા દર્દીઓને જો ફિઝિશિયન પ્રીસ્ક્રાઈબ કરે તો એમને પણ રેમડેસીવીરનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે. પરંતુ હાલ જિલ્લામાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સામાન્ય દવાખાનાઓ અને અન્ય આયુર્વેદ, હોમિયોપેથી અને એમબીબીએસ ડોક્ટરો દ્વારા રેમડેસીવીર પ્રીસ્ક્રાઈબ થઈ રહી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા રેમડેસીવીરના ઉપયોગ માટે એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે તો તમામ લોકોએ આ ગાઇડલાઇનનો અભ્યાસ કરવો જરૂરી છે. અંતે લોકોને અપિલ કરી હતી.
જો આપના ફિઝિશિયન રેમડેસીવીર પ્રીસ્ક્રાઈબ કરે તો ફક્ત ડેઝીગ્નેટેડ કોવીડ દવાખાનાઓ મારફતે જ લેવા અપીલ કરી હતી.