વેપારીના માતા કોરોનામાં સપડાયા હોય સગાવાલા  પાસેથી હાથ ઉછીના  રૂપીયા ભેગા કર્યા હતા અને હોસ્પિટલે ડિપોઝીટ ભરવા જતા હતા અને ઉઠાંતરી થઈ ગઈ

 

ગુજરાતીમાં કહેવત છે કે “દાઝ્યા પર ડામ” જેવી ઘટના ગોંડલમાં બનવા પામી છ

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખોડિયાર નગરમાં રહેતા અને ગુંદાળા ચોકડી પાસે આમલેટ ની દુકાન ધરાવતા મનોજભાઈ નાથાભાઈ ઘાડીયા ના માતા લાભુબેન કોરોના મા સપડાયા હોય ખાનગી હોસ્પિટલ માં ડિપોઝિટ પેટે રૂપિયા 3 લાખ જેવી માતબર રકમ ભરવાની હોય આવડી મોટી રકમ હાથ ઉપર ન હોય મનોજભાઈ દ્વારા સુરતના સગાવહાલા પાસેથી ઉછીના પૈસા મંગાવવામાં આવ્યા હતા અને આ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકી હોસ્પીટલ જવાની તૈયારી કરતા હતા ત્યાં કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી એલ ઝાલાએ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

ઘટના અંગે પીએસઆઇ બીએલ ઝાલાએ જણાવ્યું હતું કે તસ્કરો અવાર નવાર મનોજભાઇને દુકાને જમવા આવતા હોય છે તસ્કરો હાથવેંતમાં જ છે ગણતરીની કલાકોમાં જ ઝડપાઇ જશે અને તમામ રકમ રિકવર કરી લેવામાં આવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.