હાલ કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. આ વિકટ પરિસ્થિતિને કાબુમાં લેવા રાજય સરકાર તથા વહીવટીતંત્ર ઉંઘે માથે કામે લાગ્યું છે ત્યારે જામનગરમાં પણ કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. એવામાં કોરોના પરિસ્થિતીની કાબુમાં લેવા રાજય સરકાર તથા વહીવટીતંત્ર ઉંઘે માથે કામે લાગ્યુ છે ત્યારે જામનગરમાં પણ કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. એવામાં કોરોના પરિસ્થિતીની સમીક્ષા માટે આજે સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં કલેકટર કચેરીમાં બેઠક યોજી હતી. જેમાં તેમણે રેમડેસિવીર ઇન્જેક્શનના ઉત્પાદન, બેડ વધારવાની વ્યવસ્થા અંગે વાત કરી હતી. આ સાથે તેમણે કુંભ મેળામાંથી પરત ફરતા લોકને આઇસોલેટ કરવાના નિર્દેશ આપ્યાની પણ વાત કરી હતી.
સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.
સીએમ રૂપાણીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.
સાથે જ મુખ્યમંત્રીએ જી.જી.હોસ્પિટલમાં કોવિડ ખાતે ફરજ બજાવતા ડોક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. સમગ્ર સ્ટાફની સેવાને વખાણી કોવિડ સામેની આગળની લડતમાં પણ હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડોક્ટરો-નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતાં.