કોરોના મહામારીથી વિશ્વ આખું હતપ્રત થઈ ઉઠયું છે. એમાં પણ ભારતમાં દિન-પ્રતિદિન સ્થિતી વણસતી જતી રહી છે. દરરોજના નવા કેસ ફરી બે લાખ ઉપર પહોંચી ગયા છે. વિશ્વમાં અમેરિકા બાદ ભારતની ખરાબ સ્થિતિ છે અને વિશ્વમાં
બીજા નંબરે છે. દેશમાં દરરોજ કોરોના એક હજાર લોકોનો જીવ લઈ રહ્યો છે.જેને ખરેખર ગંભીર પરિસ્થિતિ કહી શકાય. પરંતુ લોકોએ ડરવાની જરૂર નથી બસ જરૂર છે તો માત્ર સાવચેતી અને કોરોના ગાઈડલાઈનના નિયમોનું કડકપણે પાલન કરવાની.
વધતા કોરોનાને કારણે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે પડતું ભારણ આવ્યું છે. કોવિડ દર્દીઓની સંખ્યા એક વિકટ ગતિએ આગળ વધી રહી છે. દરરોજ 1000થી વધુ લોકો મરી રહ્યા છે. ચિંતાજનક પરિસ્થિતિને