દેશભરમાં કોરોનાની બીજી લહેરએ પ્રકોપ મચાવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે. અત્યારે દેશમાં હાલત એવા છે કે ફરી એક વાર લોકડોઉન થઈ શકે છે, અમુક રાજ્યોમાં તો કર્ફયુ મુકવામાં આવ્યું છે. હમણાં વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાને લઈ એક સંશોધન કરવામાં આવ્યું. જેમાં મેડિકલ પત્રિકા લાન્સેટના અહેવાલમાં નોંધ્યું છે કે, Covid-19માં મળી આવેલો Sars-coV02 વાયરસ મુખ્યત્વે હવામાં ફેલાય છે.
રિપોર્ટ બહાર પડતા વૈજ્ઞાનિકોએ દાવો કરીને કહ્યું છે કે, ” Covid-19 હવામાં રહીને વધુ ફેલાય છે, આ વાતના એમની પાસે પાક્કા પુરાવા છે. તેથી આપણે બાંધેલા Covid-19ના માપદંડોમાં ફેરફાર કરવાની જરૂર છે. રોગચાળાના શરૂઆતના દિવસોમાં, એવું માનવામાં આવતું હતું કે ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંક ખાવાથી જે થુંક અથવા તત્વો બહાર નીકળે તેના દ્વારા બીજા લોકોને ચેપ લાગે છે. પણ આ વાત પર સંશોધન કરતા જાણવા મળ્યું કે આ બીજા બધા તત્વો કરતા હવા દ્વારા વધુ ફેલાય છે.”
ગયા વર્ષે જુલાઈમાં, 32 દેશોના 200 જેટલા વૈજ્ઞાનિકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ને પત્ર લખ્યો હતો કે, કોરોના હવા દ્વારા ફેલાય છે, તેના આપડી પાસે સાબૂત છે. કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના જોસ-લૂઇસ જિમેનેઝે જણાવ્યું હતું કે, “ચેપ હવાથી ફેલાય છે તેને ટેકો આપતા પુરાવા પુરાવા જબરજસ્ત છે, અને થુંક, છીક, ઉધરસ કે બીજા અન્ય વસ્તુથી સંક્રમણ ફેલાય તેને ટેકો આપતા પુરાવા બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે.”