દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા(MSI)એ તેના વિવિધ મોડેલોની કિંમત 22,500 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે કંપનીએ કહ્યું હતું કે ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું હતું. આ ભાવ વધારો તાત્કાલિક અમલમાં આવશે. કંપનીએ કહ્યું કે સેલેરિયો અને સ્વીફ્ટ સિવાયના તમામ મોડેલોની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. શેર બજારોને મોકલેલા એક અહેવાલમાં મારુતિએ જણાવ્યું હતું કે, ‘વિવિધ ખર્ચમાં વધારાને કારણે કંપનીએ ઘણા મોંડેલોના ભાવમાં વધારો કરવો પડશે.’
દિલ્હીના શોરૂમના વિવિધ મોડેલોના ભાવમાં સરેરાશ 1.6%નો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે નવી કિંમતો શુક્રવારથી જ અમલમાં આવશે. કંપની ભારતીય બજારમાં અલ્ટોથી એસ-ક્રોસ સુધીના વિવિધ મોડેલોનું વેચાણ કરે છે. દિલ્હીના શોરૂમમાં આ મોડેલોની કિંમત 2.99 લાખથી 12.39 લાખ રૂપિયા સુધીની છે. આ અગાઉ જાન્યુઆરી 2018માં કંપનીએ પસંદગીના મોડેલોની કિંમતમાં 34,000 રૂપિયા સુધીના વધારવાની જાહેરાત કરી હતી.