પાલન ન કરનાર પર ગ્રામ પંચાયત દ્વારા ફોજદારી થશે
માખાવડ ગ્રામ પંચાયત દ્વારા કોરોના ગાઈડલાઈનની કડક અમલવારી ફરજીયાત કરવાની સૂચના આપવામાં આવી છે. પાલન ન કરનાર પર ગ્રામ પંચાયત દ્વારા ફોજદારી થશે.
જેમકે મો પર માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે તેમજ આપના ગામમાં સ્વયંભૂ લોકડાઉનના કારણે દુકાનો ખૂલી રાખવાનો સમય સવારે 7 વાગ્યાથી 9 વાગ્ય સુધી તથા સાંજે 5 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી ખૂલ્લુ રહેશે. જીવન જરૂરીયાત ચીજ વસ્તુની ખરીદી કરી ત્યારબાદ આખોદિવસ ફરજીયાત બંધ પાળવાનું છે.
તા. આજથી 30.4 સુધી આ લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. ત્યારબાદ ગ્રામ પંચાયતની સુચના મુજબ પરિસ્થિતિની ધ્યાનમાં લઈને આગળની વિચારણા થશે.