ગુજરાતમાં કોરોનાની તીવ્ર લહેર અંગે હાઇકોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે કોરોના સુનામી અંગે સરકારને જે કરવું પડે તે તાત્કાલિક કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલ સહિતની સુવિધા માટે સતર્ક રહેવું પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અગાઉ આપેલા સૂચનો ઉપર ધ્યાન દેવામાં આવ્યું નથી. પરિણામે આ સ્થિતિ આવી ગઈ છે લોકો પણ હળવાશથી લઈ રહ્યા છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા હોસ્પિટલો બહાર લાગતી કતારો અંગે તેમણે કહ્યું હતું કે આપણે ક્યારેક સ્વતંત્ર ખોવાઈ જઈએ છીએ પરંતુ આપણો ઇરાદો ખરાબ હોતો નથી.
શું સરકારી આંકડા કરતા કોરોનાના કેસ અનેકગણા??
કોરોનાની વકરતી પરિસ્થિતિએ તંત્રને હંફાવી દીધું છે. વધતા જતા કેસની સંખ્યાએ સરકારની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા આ સાથે મૃત્યુદર પણ વધ્યો છે. જેના કારણે સ્થિતિ વધુ ભયાવહ બનતી જઈ રહી છે. હોસ્પિટલોની સાથે સ્મશાનો પર વધુ ભારણ વધ્યું છે. રોજનો આંકડો નવી ઊંચાઈ તો સર કરી રહ્યો છે. પરંતુ હજુ આ આંકડા સાચી પરિસ્થિતિ રજૂ કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના થતા મૃત્યુની સંખ્યા અને સ્મશાનમાં થતા અંતિમ સંસ્કારના આકડાઓમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. આ પરથી એવું સ્પષ્ટ થાય છે કે સરકાર આંકડા છુપાવી રહી છે.
રાજ્યમાં સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટમાં કેસ વધતા મોતનો આંકડો વધ્યો છે. સુરતમાં મૃતદેહોના ધસારાને નિકાલ કરવાની કામગીરી માટે જુના સ્મશાનો ફરી કાર્યરત કરવામાં આવી રહ્યા છે. ચાર મોટા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા બહાર પાડવામાં આવતા બુલેટિન્સ સત્તાવાર
રીતે દરરોજ આશરે 25થી 30 જેટલા મોતને દર્શાવે છે, પરંતુ હકીકતમાં મૃત્યુઆંક વધારે છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાની એસએસજીમાં છેલ્લા નવ દિવસમાં કોવિડ આઇસીયુમાં ઓછામાં ઓછા 180 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજકોટ જિલ્લામાં પણ, 8 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વિવિધ કોવિડ હોસ્પિટલોમાં 298થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ગુરુવારે જિલ્લામાં અન્ય 82 લોકોએ દમ તોડી દીધો હતો. જ્યારે સુરતમાં બે મોટા સ્મશાનગૃહમાં રેકોર્ડ્સ ચકાસાયા ત્યાં ઓછામાં ઓછા 80 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા હતા.
વડોદરાની બીજી મોટી હોસ્પિટલ, ગોત્રીના જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોવિડ આઇસીયુમાં પણ મૃત્યુની સંખ્યા ઓછી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડ -19 આઈસીયુમાં જ 7 એપ્રિલથી 90 લોકો મૃત્યુ થયા છે, જ્યારે ચોથા અને પાંચમા માળ પરના આઈસીયુમાં દિવસમાં ઓછામાં ઓછા 15 મૃત્યુ થઈ રહ્યા છે.