મુશ્કેલીના સમયમાં જનતા સાથે ખભે ખભા મિલાવવાની જરૂર
પ્રજાના પ્રતિનિધિઓ હોસ્પિટલોમાં કેમ્પ કરી વિવિધ વ્યવસ્થા સંકલનમાં સહયોગ આપે
કોરોનાના કપરા કાળમાં પ્રજાના સાચા ‘સેવક’ બની પોતાપણું બતાવવાનો અવસર
કોરોના કહેરથી જનતા હેરાન પરેશાન થઇ રહી છે. ત્યારે સાંસદો, ધારાસભ્યો સહીતના આગેવાનો હોસ્પિટલમાં કેમ્પ કરી સરકારી તંત્રની વ્યવસ્થામાં સંકલન કરી સહયોગ આપે તેવી રાજકોટ જિલ્લા તથા ઉપપ્રમુખ ચેતનભાઇ રામાણીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી અપીલ કરી છે.
મુખ્યમંત્રીને પત્ર પાઠવી ચેતનભાઇ રામાણીએ વધુમાં જણાવેલ કે કોરોના વાયરસથી આખું રાજય હચમચી ગયું છે. તેમ જ આર્થિક, સામાજિક કે નાણાકીય વ્યવસ્થાઓ પણ ખોરવાય ચુકી છે. અચાનક વાયરસ બીજા તબકકામાં જોરદાર આફતની વંટોળ માનવજાત ઉપર ત્રાટકી રહ્યો છે. ત્યારે પ્રજાજનો તેમજ જનતાને ખરેખર મદદની જરુરીયાત છે. આવા સમયે પ્રજા લોક પ્રતિનિધિઓની ખોજમાં છે જે તેનું સફળ રીતે નેતૃત્વ કરી તેમને સાચો માર્ગ બતાવીને મુશ્કેલીઓને સરળ બનાવે જેથી પ્રજાને પોતાના સાચા પ્રતિનિધિ પોતાના પડખે હોવાનો અહેસાસ થાય.
મારું તેમજ રાજકોટ શહેર-જીલ્લાના કેટલાય આગેવાનોનું માનવું છે કે જેમ ચુંટણી સમયે આપણે લોકોની વચ્ચે જાય છીએ. તેવી જ રીતે અત્યારે પ્રજાજનોની વચ્ચે જવું જોઇએ જેથી તેઓને એક પક્ષ તેમજ સરકાર પ્રત્યે અવિરતપણે લાગણી રહે અને પ્રજાને પોતાની સાથે સરકાર અડિખમ હોવાનો અહેસાસ થાય નકકર પગલાની સાથે હવે માઇકો-પ્લાનીંગ અતિ આવશ્કય છે. સાથો સાથ એવા જવાબદાર વ્યકિતઓને જવાબદારી સોંપવામાં આવે જે વિષયની ગંભીરતા સમજી તેનું નિરાકરણ તટસ્થ રીતે કરે તે માટે શહેર જિલ્લાઓના લકો પ્રતિનિધિ તરીકે સાંસદ સભ્યોને તેમજ પદાધિકારીઓને પ્રજાજનો એ ખોબલે ખોબલે મત આપ્યા છે. ત્યારે પ્રજાજનોને અહેસાન ચૂકતો કરવા તેમજ તેઓ જયારે હોસ્પિટલમાં દાખલ હોઇ ત્યારે તે નિશ્ર્ચિત રહી શકે તેમજ પદાધિકારીઓ માટે તેને પોતાનું પણું લાગે તે માટે પદાધિકારીઓઓને સુચનાઓ આપી લોકસેવામાં જોડાવા જોઇએ, માનવ સેવાને મહોત્સવ બનાવી તેમનું નેતૃત્વ કરી ખરા અર્થે પ્રજાના પ્રતિનિધિ સાબિત થવા નો સમય આવ્યો છે.
માટે હોસ્પિટલમાં તેઓએ કેમ્પ કરવો જોઇએ જેથી મતદારોને પોતે આપેલો મત સાર્થક થયેલો થયેલો દેખાઇ આ માટે સાંસદોને જવાબદારીઓની વહેંચણી કરવામાં આવે તેમજ તે પોતાનું કામ શહેર જીલ્લાઓના મુખ્ય પદાધિકારીઓને જવાબદારી વ્યકિતઓની નિમણુંક કરી તેમજ તાલુકા જીલ્લા કક્ષાએ આરોગ્ય કેન્દ્ર પર તાલુકા જિલ્લાના આગેવાન કાર્યકર્તાઓએ કેમ્પ કરવો જોઇએ, અને તેને પણ જવાબદારી સોંપીને કરી કામનું વિતરણ કરી એક ચેઇન ઉભી કરવી જોઇએ, સાંસદો તેમની પાસેથી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરાવી તેનું નિરાકરણ લઇ આવવા માટે નિયમિત રીતે ફોલો અપ કરે તો જ લોકોની મુશ્કેલી હળવી થઇ શકે.
હોસ્5િટલમાં દાખલ કરવા વ્યવસ્થા કરવી, રેમ્ડેવિસીર ઇન્જેકશનનો જથ્થો પુરો પાડવો, હોસ્પિટલોમાં ઓકિસજનની વ્યવસ્થાઓ ઉભી કરવી તેમજ મૃત્યુ પામેલા લોકોના મૃતદહ સમયસર પોતાના પરિવારજનોને પહોચાડવી આવી તમામ પ્રકારની મુશ્કેલીઓથી પ્રજાજનો રાહત આપવા પ્રયાસ કરવા જોઇએ તેમ રામાણીએ જણાવાયું છે.
આ માટે મુખ્યમંત્રી કક્ષાએથી જરુરી સુચનાઓની મહોર લગાવી રુપાણી સરકાર તેમજ મારા જેવા આગેવાનો કાર્યકર્તાઓને જવાબદારી સોપી ભારતીય જનતા પાર્ટીના નૈનિક મૂલ્યો સિઘ્ધાંતો, સેવાઓના પ્રજાજનોને દર્શન કરાવી જરુરી તમામ પગલાઓ લઇ પ્રજાને હ્રદયે હાશકારો અપાવવો જોઇએ.