આજ દિન સુધીમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાના નવા બસ સ્ટેન્ડ પરના કાર્યાલય પર બે હાજર જરૂરિયાત મંદ લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન અને પાંચ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા.આગામી સમયમાં વધુ પચીસ હજાર કીટ વહેંચવામાં આવશે
મોરબીમાં કોરોના મહામારી વચ્ચે હાલ મોરબીવાસીઓ એકબીજાના દુ:ખમાં ભાગ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે સાંસદ સભ્ય મોહન કુંડારીયા દ્વારા પોતાના કાર્યાલય પર કોરોના ટેસ્ટ અને રેમડેસીવીર ઇન્જેક્શન માટે કેમ્પ ખોલ્યો છે જેમાં આજ દિન સુધી બે હજાર રેમડેસીવીર ઇન્જેક્શનનું કોરોનાના દર્દીઓને વહેંચાણ કરવામાં આવ્યું છે જ્યારે પાંચ હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત આવતીકાલે વધુ પચીસ હજાર કીટ અને રેમડેસીવીર ઇન્જેક્શન પણ લાવી કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે તેવું સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું છે આ સાથે જ લોકો ટેસ્ટ કરાવવા આવે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે અને માસ્ક પહેરે તેવી અપીલ કરી છે.