કોરોના મહામારી ની આ વિકટ સમસ્યા માં અત્યારે ચારે તરફથી માઠા સમાચાર મળી રહ્યા છે ત્યારે ખારા સમુદ્રમાં મીઠીવીરડી ની જેમ સ્કાયમેટ દ્વારા કરવામાં આવેલી હવામાન ના વધારામાં 19.20 પછી વર્ષ 2021 નું ચોમાસું 16 નહિ પણ સવા 16 આની પાકશે તેવો વર્તારો કર્યો છે કૃષિ પ્રધાન ભારત દેશની 80 ટકાથી વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તે માંથી મોટા ભાગના લોકો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે છે ભારતના અર્થતંત્રનો મુખ્ય આધાર પણ ખેતી તે જ ગણવામાં આવે છે પરંતુ કમનસીબી ઘણો વિધિની વક્રતા કહો કે ભારતની ભૌગોલિક સ્થિતિ આપણી ખેતી સંપૂર્ણપણે કુદરત અને વરસાદ આધારિત હોય આથી દાયકામાં બે-ત્રણવાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે ખેતીની મોસમ બરાબર પાકતી નથી અને ખેતીની આવક અનિશ્ચિત હોવાથી મોટાભાગની વસ્તી અને અર્થતંત્રનો આધાર ખેતી હોવા છતાં ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપી શકાતો નથી અત્યારે સમગ્ર વિશ્વમાં ઝડપી ઉદ્યોગીકરણ ની પ્રક્રિયા આગળ વધી રહી છે તેવા સંજોગોમાં ભારતમાં ખેતી ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા કૃષિ સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં ખેતી હજુ સંપૂર્ણપણે કુદરતી આધારિત બની રહી છે તેવા સંજોગોમાં ચોમાસામાં સારું અને સુખરૂપ વરસાદ આશીર્વાદરૂપ બની રહે છે ગઈકાલે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે દ્વારા વર્ષ 2021 ના ચોમાસાના વર્તમાન સારા સમાચાર આપ્યા છે આ વખતે પ્રારંભિક વરસાદ ખૂબ જ સારો રહેશે ચોમાસા દરમિયાન પણ મધ્યમ વરસાદ રહેશે અને ચોમાસાના અંતમાં પણ સારો વરસાદ પડશે મોસમના કુલ વરસાદની ટકાવારી સવાસો ટકા થી વધશે પરિણામે રામોલ તો સારા પાક છે જ પરંતુ સારું પાક માટે પણ જળાશયો ભરાયેલા રહેશે જો બધું રાબેતા મુજબ અને ધાર્યા મુજબ થાય તો આવતું વર્ષ ખૂબ જ સારું રહેશે તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડે તે સ્વભાવિક છે અત્યારે કોરોના કટોકટી અને આર્થિક મંદીના માહોલમાં આર્થિક ચિંતા સૌને સતાવી રહી છે તેવા સમયમાં કુદરતે જાણે કે એક દર બંધ કરીને બીજા દર ખોલ્યા હોય તેમ મહામારીની આર્થિક કટોકટી નું સારું સારું વર્ષ વાળી દેશે જોકે એક કહેવત છે કે આભ અને માતા ના ગર્ભ માં કુદરત શું પકવે છે તેની જાણ કોઈને થતી નથી પરંતુ સારા ચોમાસાના સંકેતથી એક સકારાત્મક આશાવાદ ઉભો થયો છે કહેવત છે કે આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ આ વખતે ચોમાસાનો વરસાદ સૌથી પણ સવાયો વર્ષે તેવી આગાહી કુદરત સાચી ઠેરવે તો અર્થતંત્ર અને સામાન્ય જનના મન સંતોષ થી ભરાયેલ રહેશે.
Trending
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો
- ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ભરચક્ક: ભાવે ખેડુતોને રાતાપાણીએ રડાવ્યા
- Realme 14x ભારતમાં થયો લોન્ચ…
- ફકત 40 કલાકમાં જ 451 વર્ષના બંધનમાંથી છુટકારો
- ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજીત દશાબ્દી મહોત્સવમાં બ્રહ્મ ચોર્યાસી યોજાઈ
- EDએ મની લોન્ડરિંગ કેસમાં મલ્લિકા શેરાવતનું નિવેદન નોંધ્યું
- નાના વેપારી-ઉદ્યોગપતિઓના રક્ષણ – સંવર્ધન માટે રાજય સરકાર તત્પર: હર્ષ સંઘવી
- ગુજરાતને મળશે વધુ 9 મનપાની ભેટ, આ તારીખે રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત