આખરે લાંબી રાહ જોયા બાદ Apple કંપની દ્વારા સારા સમાચાર આવ્યા છે. Apple તેના પ્રોડક્ટ લોન્ચિંગની તારીખ બહાર પાડી છે. Apple ઇવેન્ટ 20 એપ્રિલ 2021ના રોજ કેલિફોર્નિયામાં યોજાશે. આ ઇવેન્ટ માટે કંપનીએ મીડિયાને ઇન્વિટેશન આપવાનું શરૂ કરી દીધું છે. હાલમાં તો ફક્ત ‘Spring Loaded’ ટેગ લાઈન આપવામાં આવી છે. કંપની આ ઇવેન્ટમાં ક્યાં પ્રોડક્ટ બહાર પાડે તેના વિશે કોઈ માહિતી આપી નથી. અંદાજો લગાવી શકીયે કે Apple આ વખતે iPad Pro અને AirTags લોન્ચ કરી શકે.
વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન થશે
20 એપ્રિલે યોજાનારી Apple ઇવેન્ટ વર્ચુઅલ હશે. આ ઇવેન્ટને લાઇવ ટેલિકાસ્ટ દ્વારા જોઈ શકશો. આ ઇવેન્ટ કેલિફોર્નિયાના એપલના કેમ્પસમાં યોજાશે. જો તમે આ ઇવેન્ટને લાઈવ જોવા ઈચ્છઓ છો તો Appleની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકો છો.
WWDCની પણ જાહેરાત કરી
Apple તેની આગામી ઇવેન્ટ WWDC 2021ની સત્તાવાર જાહેરાત કરી છે. આ કાર્યક્રમો 7 જૂનથી 11 જૂન દરમિયાન યોજાશે. આ ઇવેન્ટમાં Appleના ઘણા ઉપકરણો લોન્ચ થઈ શકે છે. આ સિવાય તેમાં iOS 15 અને Macos પણ રજૂ કરી શકાય છે. કઈ પ્રોડક્ટ લોન્ચ કરશે તે બાબતે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આપી.