મહામારીના પગલે ઊભી થયેલી વધારાની માંગને પહોંચી વળવા ખાસ આયોજનની જરૂર: લકીરાજસિંહ રાણા
રાજ્યમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી એ સમગ્ર દેશની દરેક ક્ષેત્રને કમર તોડી નાખી છે તેમજ દેશના આરોગ્ય ની પણ કમર તોડી નાખી છે ગુજરાત રાજ્યમાં કોરોના ના સેક્ધડ વેવ ની અત્યારે ખૂબ જ માઠી અસર જોવા મળી રહી છે રાજ્યમાં કોરોના ના કાળથી મહાનગરો અને નાના મોટા શહેરો તેમજ ગામડાંઓમાં હાહાકાર મચી ગયો છે દિવસેને દિવસે કોરોના ના આંકડાઓમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યા છે ત્યારે કોરોના ના દર્દીઓની હાલત હાલ કફોડી થઈ રહી છે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માં તંત્ર દ્વારા પહોંચી વળવાની મુશ્કેલીઓ જોવા મળી રહી છે ત્યારે દર્દીઓના સ્વાસ્થ્યને ટકાવી રાખવા પણ અત્યારે મુશ્કેલી થઈ રહી છે પોઝિટિવ દર્દીઓ ને ખાસ ઓક્સિજનની અત્યારે જરૂર ખૂબ જ મોટી માત્રામાં રહે છે ત્યારે રાજકોટના દર્દીઓને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે તેની તંત્ર દ્વારા પણ ખડે પગે કામગીરી શરૂ છે હાલ રાજકોટમાં 65 થી 70 ટન જેટલો ઓક્સિજન પહોંચાડવામાં તંત્ર ખડે પગે ઉભુ છે ખાસ ઓક્સિજનના સિલિન્ડર ને લઈને પણ અત્યારે દર્દીઓમાં હાલત કફોડી જોવા મળી રહી છે સિલિન્ડર માં નવા સિલિન્ડરની મોટી અછત જોવા મળી રહી છે તેમજ ઓક્સિજન કિટની પણ હાલ ખુબ અછત જોઈ શકાય છે હોમ કોરોન્ટાઇન દર્દીઓ ને ઘરે ઓક્સિજન મળી રહે તે માટેની અત્યારે વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ ઘરે રહેલા દર્દીઓની ઓક્સીજનની જરૂરિયાત પણ ખૂબ જ વધી રહી છે તેને અત્યારે પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે રાજકોટના ઓક્સિજન એજન્સીના સંચાલકો જણાવ્યા મુજબ રોજના 500 થી 700 બાટલા નું તેઓ રીફીલ કરી આપે છે અથવા તો ખાલી બાટલા લઈ અને ભરેલા બાટલા દર્દીઓ સુધી પહોંચાડી આપે છે તેમજ રાજકોટમાં ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં લોકોને મળી રહે તેવા હેતુથી તંત્ર દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાંથી ઓક્સિજનને સંપૂર્ણપણે મેડિકલ ક્ષેત્રે પૂરું પાડવામાં આવી રહ્યું છે
અબતક સાથેની વાતચીતમાં એડિશનલ કલેકટર જયેશ કે પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ માં હાલ 65 થી 70 ટન ઓક્સિજન ની જરૂરિયાત રહે છે જેમાં સમરસ અને સિવિલ ખાતે 26 થી 28 ટન જેટલી જરૂરિયાત રહે છે અન્ય ખાનગી હોસ્પિટલ માં 35 થી 37 ટન ની જરૂરિયાત રહે છે ઓક્સિજન નો પુરવઠો જાણવાની કામગીરી ચાલી રહી છે હાલ આપણી પાસે જથ્થો પૂરતો છે તેમજ ઇન્ડસ્ટ્રીઝ માંથી ઓક્સિજન ની સંપૂર્ણ જરૂરિયાત મેડીકલ તરફ પોહચાળી રહ્યાછી ઓક્સિજન ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવાની કામગીરી બંને તરફથી થઇ રહી છે એજન્સી તરફથી પણ હે લઈ આવવાની કામગીરી શરૂ છે ત્યારે ઈન્ડસ્ટ્રીઝ તરફથી પણ બાટલાને પહોંચાડવાની કામગીરી શરૂ છે.
અબતક સાથેની વાતચીતમાં જ્યદિત્ય મેડિકલ ગેસીસના લકીરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજન સિલિન્ડર ને લઈ આમ સ્થિત ખૂબ ખરાબ જોય શકાય છે ઓક્સિજન સિલિન્ડર માટે લિકવિડ ની અછત ખૂબ મોટા પ્રમાણ માં જોવા મળે છે અમે રોજ ની 500થી 600 બોટલ ઓક્સિજન ની ભરાવી ને રાજકોટ ખાતે વિવિધ હોસ્પિટલ અને જરૂરિયાત મંદ દર્દીઓને ને પુરી પાડી છીએ ઓક્સિજન ના નવા સિલિન્ડર ની મોટી અછત છે અમે અહીં થી લોકો ને ખાલી સિલિન્ડર લઈ ભરેલ સિલિન્ડર આપી અને તેમની સેવા પૂરી પાડી રહ્યા છીએ મારી પાસે હાલ 7 થી 8 જણાનો સ્ટાફ છે અને રાજકોટની વિવિધ હોસ્પિટલમાં રોજ ના 90 થી 100 જેટલા ઓક્સિજન સિલિન્ડર પોહચાળી રહ્યા છી સરકાર દ્વારા હાલ આ અછત ને પોહચિવળવા પગલાં લેવામાં આવ્યા છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ માટે ના ગેસીસના બટલા આવતા હતા તેમાં રોક લગાવી દીધી છે