વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્યેયિયસે કોરોનાને લઈને મોટું નિવેદન આપ્યું છે. WHOઓ ચેતવણી આપી છે કે, કોરોના લાંબો સમય રહશે. વેક્સિનેશન હોવા છતાં, લોકોએ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવામાં કોઈ સમાધાન થવું જોઈએ નહીં.
કોરોના એશિયામાં ખતરનાક સ્તરે પહોંચી રહ્યો છે
WHOના ડાયરેક્ટર જનરલે ચિંતા વ્યક્ત કરી છે કે, વેક્સિનેશન બાદ પણ કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. એશિયા અને મધ્ય પૂર્વના દેશોમાં મહામારી ચિંતાજનક સ્થિતિમાં છે. સમગ્ર વિશ્વમાં લગભગ 78 કરોડ લોકોએ વેક્સિન મુકાવી છે, પરંતુ સંક્રમણના કેસોમાં ઘટાડો થવાને બદલે ગતિ જોવા મળી રહી છે.
કોવિડમાં થઈ રહ્યો છે સતત વધારો
WHOની ટેક્નિકલ લીડ મારિયા વન કાર્ખાવે જણાવ્યું હતું કે, કોવિડ-19નો કેસ સતત વધી રહ્યા છે. પ્રથમ લહેરની સરખાણીએ બીજી લહેર ખૂબ ખતરનાક અને ઝડપી ફેલાઈ રહ્યો છે.
યુરોપિયન દેશોમાં એક લાખથી વધુ લોકોના મોત
કોરોનાની બીજી લહેર 52 યુરોપિયન દેશોમાં ભારે વિનાશ સર્જ્યો છે. અહીં સુધીમાં 10 લાખ 288 લોકોએ જીવ ગુમાવી ચુક્યા છે.
WHOએ કહ્યું હતું કે, માત્ર વેક્સિનેશન જ નહીં પરંતુ નિયમોનું પાલન પણ કરો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષની કોરોનાના આંકડા વિશે વાત કરતા કહ્યું કે, કોરોનાથી થતા મૃત્યુનો ગ્રાફ સતત ચાર અઠવાડિયાથી વધી રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મૃત્યુનો ગ્રાફ ઘણો ઓછો હતો. પરંતુ તે બાદ તે વધવા લાગ્યું. પરિસ્થિતિઓ ઝડપથી બગડવાની શરૂઆત થઈ છે.
WHO પ્રમુખ સૂચવ્યું કે,માત્ર વેક્સિનેશન પર ભાર ન મૂકવો જોઈએ. લોકોને ફરજિયાત માસ્ક પહેરવા પડશે, એકબીજાથી અંતર રાખવું પડશે, સ્વચ્છતા,પરીક્ષણ, ટ્રેસ્ટિંગ અને પોઝિટિવ આવ્યા પર પોતાને આઈસોલેશન કરવું ખૂબજ જરૂરી છે. સંક્રમણને રોકવા દરેક ઉપાયો પર ભાર મૂકવો પડશે તો જ જીવન બચાવી શકે છે.
સંક્રમણ બે ગણું તેજીથી ફેલાય રહ્યું છે
વિશ્વના દેશોમાં કોરોના બે ગણું તેજીથી લોકોમાં સંક્રમણ વધારી રહ્યું છે. કોરોનાની પીક 8 જાન્યુઆરીએ આવી હતી. આ દિવસે 8.45 લાખ લોકો પોઝિટિવ આવ્યા હતાં. પરંતુ 21 ફેબ્રુઆરીએ એક નોંધપાત્ર રાહત મળી. આ દિવસે માત્ર 3.22 લાખ કેસ નોંધાયા હતા. પરંતુ 11 એપ્રિલથી, તે ફરીથી તેજી પકડી હતી. 11 એપ્રિલના રોજ 6.32 લાખ કેસ નોંધાયા હતાં.
વિશ્વના અત્યાર સુધીમાં 13.72 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે અને 29.59 લાખના મોત નિપજ્યા છે. 11.04 કરોડ લોકો સ્વસ્થ થયા છે. 2.37 કરોડમાં સંક્રમણના હળવા લક્ષણો મળ્યા છે જ્યારે 1.03 લાખ ગંભીર રીતે બીમાર છે.