બગવદરમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમીત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે બગવદર ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના બગવદર ગામે પંચાયતના સરપંચ વિક્રમભાઈ ઓડેદરા અને ઉપસરપંચ દેવાભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધતા જતા કોરોનાના સંક્રમણ અંગે ખાસ ચર્ચા કરી કોરોનાની ચેઈન તોડવા માટે બગવદર ખાતે સ્વૈચ્છીક લોકડાઉન અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તારીખ 13 એપ્રિલ થી રર એપ્રિલ સુધીના 10 દિવસ માટે બપોરે બે વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવામાં આવશે. ત્યારે બહારના ફેરીયાઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, બહારથી આવતા મહેમાનોને પણ પ્રવેશબંધી કરવામાં આવી છે અને કોરોના અંગેની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે પણ ખાસ સુચના આપી છે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ સ્વૈચ્છીક લોકડાઉન દરમિયાન મેડીકલ સ્ટોર, ડોકટરો અને દૂધ સહિતની જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે કોઈ પ્રતિબંધ લગાવાયો નથી.
માધવપુર ઘેડ ગ્રામ પંચાયત દ્વારા 18મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન
હાલ કોરોનાએ ફરી એક રાઉન્ડ લીધો છે ત્યારે દિન પ્રતિદિન સંક્રમણ વધી રહીયું છે ત્યારે માધવપુર સહિત ના આસપાસ ના ગામો મા કોરોના નું સંક્રમણ વધી રહીયું છે ત્યારે માધવરાયજી ના નિજ મંદિર ના ટ્રસ્ટી ઓ દ્વારા એક તકેદારી ના ભાગ રૂપે એક નિણર્ય લેવા મા આવ્યો કે હાલ કોરોના જેવી મહામારી નું સંક્રમણ અટકવા માટે સવાર બેજ દર્શન કરવા મા આવશે સવારે 7 થી 8 મગળા ના તેમજ 11.00 થી 11.30 રાજ ભોગ ના બેજ દર્શન થશે ત્યાર બાદ બોપર પછી માધવરાયજી મંદિર બંધ રહશે તેજ રીતે મધુવન મા આવેલ મહાપ્રભુજી ની બેથ ના મુખ્યાજી દ્વારા પણ નિણર્ય લેવા મા આવ્યો કે સવારે 8.30 થી 11.30 વાગ્યા સુધીજ દર્શન ચાલુ રાખવા મા આવ્યા છે
માધવપુર ના મધુવન મા આવેલ રૂક્ષમણી મંદિર ના મહંત દ્વારા પણ બોપર બાદ દર્શન બંધ રાખવા નો નિણર્ય લેવાયો છે. રૂક્ષમણિ મંદિર સવારે 7 વગ્યા થી 11.30 વગ્યા સુધીજ ખુલ્લુ રહેશે
માધવપુર બીચ ઉપર ચોપાટી ઉપર સંપૂર્ણ રીતે ફરવા હરવા અવાતા લોકો માટે પણ મનાય રાખવા મા આવી છે હાલ કોરાના જેવી મહામારી એ ફરી જે કહેર માચાવ્યો છે ત્યારે લોકો દ્વારા સ્વૈચ્છિક સંક્રમણ અટકવા માટે પ્રયત્ન હાથ ધરવા મા આવી રહયા છે