ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહીમ સામે પંચકુલાની કોર્ટમાં શુક્રવારે સાધ્વી સાથે બળાત્કારના કેસનો આજે સીબીઆઈની ખાસ કોર્ટે આજે ચૂકાદો સંભળાવ્યો. જજ જગદીપ સિંહ આ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે બાબા રામ રહીમને સાધ્વી રેપ કેસ મામલે દોષિત ઠેરવ્યાં. બાબાને સજાની જાહેરાત 28મી ઓગસ્ટે જે સુનાવણી થશે તેમાં નક્કી કરવામાં આવશે. ચુકાદા બાદ પંજાબ અને હરિયાણામાં તણાવનું વાતાવરણ છે. ચુકાદા અગાઉ કોર્ટરૂમમાં હાજર તમામ લોકોના ફોન બંધ કરાવી દેવાયા હતાં. કોર્ટમાંથી બધાને બહાર જવાનું કહેવાયું હતું. માત્ર જજ, વકીલ અને રામ રહીમ જ કોર્ટરૂમમાં હાજર હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોર્ટમાં હાથ જોડીને ઊભા હતાં બાબા રામ રહીમ. ચુકાદા બાદ હવે ગુરમીત રામ રહીમ સિંહને કસ્ટડીમાં લેવાયા છે. કોર્ટથી સીધા જેલમાં લઈ જવાશે. ચુકાદા બાદ પંજાબ અને હરિયાણામાં હિંસાના અહેવાલો છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ હિંસામાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે.
– સિરસાના એસપીએ કહ્યું, પરિસ્થિત કાબૂમાં છે. મામલાને તૂત આપવાની જરૂર નથી.
– પંચકૂલામાં હવાઈ ફાયરિંગના અવાજ સંભળાઈ રહ્યા છે.