શહેરમાં કોવિડ 19 પરિસ્થિતિને ધ્યાને લઇને શહેરની મુખ્ય અને સૌરાષ્ટ્ર સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જી.જી.હોસ્પિટલમાં કોરોનાના જે દર્દીઓ દાખલ થાય છે તેમની સાથે બહારથી આવતા સગા સબંધીઓ શહેરમાં યોગ્ય સગવડ સાથે રહી શકે તથા કોરોના સંક્રમણ ન થાય તે માટે શહેરમાં જુદાજુદા સમાજની વાડીઓના પ્રતિનિધિઓની એક બેઠક યોજવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં નાયબ કમિશનર વસ્તાણી, આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર ભરત ડાંગર,સ્ટે કમિટી ચેરમેન મનીષ કટારીયા અને જુદા જુદા 30 જેટલા સમાજના 17 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં મિટિંગની શરૂઆતમાં તંત્રના પ્રયાસો ઉપલબ્ધ સુવિધાઓ આ બાબતે તંત્ર વાકેફ કર્યા હતા.
આ મીટીંગમાં ઉપસ્થિત જુદા જુદા સમાજો જેવા કે પટેલ સમાજ, લોહાણા સમાજ, આહીર સમાજ, રાજપૂત સમાજ ઓશવાળ સમાજ, સતવારા સમાજ, બ્રહ્મ સમાજ, ભાનુશાળી સમાજ, જૈન સમાજ, મારું કંસારા સમાજની વાડીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા કોવિડ દર્દીઓના સગા સંબંધીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરવાની હૈયાધારણા આપી હતી.