ગણેશ ચતુર્થીએ ગુજરાતની સૌથી વધુ ધામધુમથી ઉજવાતા તહેવારોમાંનો એક છે. ૧૦ દિવસનો આ તહેવાર ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી મનાવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ગણપતિ દાદાના ફેવરિટ પ્રસાદ બનાવ્યા વિના અધુરી છે. સ્થાપનાથી માંડીને વિસર્જન સુધી ભક્તો ગણપતિ દાદાને જાતજાતની મીઠાઇઓ ધરાવે છે. ખાસ કરીને ગણેશજી માટે મોદક બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો મોદક સિવાય બીજો કયો પ્રસાદ ચડાવી શકો છો?
ઘણા લોકો નથી જાણતા કે ગણેશ ચતુર્થીએ કેમ મોદક કે મોતીચુરના લાડુ બનાવવામાં આવે છે ખાસ કરીને યુવા પેઢીને આ અંગે જાણ હોતી નથી. આ જ ચીજ તેમનો લાડુ માટેનો પ્રેમ દર્શાવે છે.
પાંચ ચીજ સૌથી વધારે પસંદ છે.
ગણપતિ બાપ્પાને પાંચ ચીજ સૌથી વધુ પ્રિય છે, મોદક, દુર્વા, કેળા, મમરા અને મોતીચુરના લાડુ.
આ ઉપરાંત ગણેશજી માટે અનેક પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. જેમકે કાજુ, બરફી, હલવો, પુરણ પોળી, રવાનો લાડુ મગની દાળનો શીરો, કરંજી વગેરે
આ ઉપરાંત કોકનેટ રાઇસ પણ ગણપતિ બાપ્પાને ચડાવવામાં આવે છે. તેમજ સ્વાદિષ્ટ ભોજન ખૂબ જ પ્રિય છે. આથી આ દિવસે ઘઉના લોટની પુરી, બટેટાનું શાક અને શીખંડ પણ બને છે.