વૈશ્વિક વહાણવટામાં ક્ન્ટેનરની અછત અને ભારતની વાર્ષિક 3.5 લાખ ક્ન્ટેનરોની જરૂરીયાત પૂરી કરવા ભાવનગર પાસે 1000 કરોડના મુડી રોકાણથી ક્ધટેનર ઉદ્યોગ ધમધમશે: મનસુખભાઈ માંડવીયા
જૂના જમાનાથી પરિવહન માટે સૌથી વધુ આદર્શ વહાણવટુ આજે પણ સૌથી સરળ અને ઓછા ખર્ચે પરિવહન ક્ષેત્ર તરીકે વિશ્વમાં ધમધમી રહ્યું છે. પરિવહનના પડતર કિંમતમાં સૌથી વધુ ખર્ચ હવાઈ પરિવહન, બીજા નંબરે રસ્તા પરિવહન અને સૌથી સસ્તાદરે જળ માર્ગમાં પરિવહન થાય છે. ત્યારે જળ પરિવહન માટે આવશ્યક એવા ક્ધટેનરની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી અસર અને ભારતમાં દર વર્ષે ઉભી થતી 3.5 લાખ ક્ધટેનરોની જરૂરીયાતો પૂરી કરવા માટે ભાવનગર પાસેક્ન્ટેનર નિર્માણનો પ્રોજેકટ આકાર લેશે. બંદર, વહાણ અને જળ માર્ગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વિગત આપતા જણાવ્યું હતું કે, અત્યારે ભારતમાં ક્ધટેનરોનું ઉત્પાદન થાય છે પરંતુ આપણે મોટાભાગે ચીન ઉપર નિર્ભર રહેવું પડે છે. હવે ગુજરાતના ભાવનગર પાસે 10 જેટલી અલગ અલગ જગ્યાઓ પર ક્ન્ટેનરના ઉત્પાદનોનો એક પાઈલોટ પ્રોજેકટ હાથ લીધો હોવાનું મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. ક્ન્ટેનરોની વૈશ્ર્વિક અછતને પગલે ક્ન્ટેનરના ઉત્પાદનમાં અત્યારે વૈશ્ર્વિક ઉત્પાદક તરીકે ચીનના ક્ધટેનરો ભારત સહિતના દેશો વાપરે છે. ભારતમાં વર્ષે 3.5 લાખ ક્ધટેનરોની જરૂરીયાત રહે છે. ત્યારે ક્ન્ટેનરોના નિર્માણમાં ભારત આત્મનિર્ભર બને તે માટે આ ક્ષેત્રના વિકાસ પર નજર મંડાઈ છે. સરકારના સહયોગથી ખાનગી કંપનીઓ દ્વારા ભાવનગર આસપાસના 10 વિસ્તારોમાં 1000 કરોડના રોકાણથી આ ઉદ્યોગ ઉભો થશે. જેનાથી એકાદ લાખ જેટલી રોજગારી પણ ઉભી થશે.
વૈશ્વિકસ્તરે વધતા જતાં વેપાર-વ્યવહારના પગલે ક્ન્ટેનરોની ભારે અછત પ્રવર્તી રહી છે. ભારતના વેપારીઓ અને નિકાસકારોમાં ક્ન્ટેનરની આપ-લેમાં સમય વ્યથીત થતો હોવાથી ક્ધટેનરની અછતથી વેપાર-ઉદ્યોગને ભારે નુકશાન થાય છે. ભારતમાં દર વર્ષે 3.5 લાખ ક્ધટેનરોની જરૂરીયાત રહે છે. ભારતમાં હાલ કોઈ ક્ન્ટેનર ઉત્પાદન નથી અને ક્ન્ટેનર માટે ચીન ઉપર નિર્ભર રહેવું પડે છે. હવે ગુજરાતના ભાવનગર પાસે ક્ન્ટેનર ઉત્પાદન હબ બનાવવા માટે સરકારે પાઈલોટ પ્રોજેકટ હાથ ધર્યો છે.
મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ પાઈલોટ પ્રોજેકટ સફળ રહેશે. સરકારના જહાજ મંત્રાલય દ્વારા છેલ્લા છ મહિનામાં ક્ન્ટેનરો ઉત્પાદકોને પ્રોત્સાહન આપી ભાવનગરમાં ક્ધટેનર રિફર્નીશીંગથી લઈ નવા ક્ન્ટેનર બનાવવાનું શરૂ કર્યું છે. આ ક્ષેત્રમાં એકાદ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતને સાર્થક કરવા ભાવનગરમાં જહાજવાળાની જેમ હવે અલગ અલગ 10 સ્થળોએ ક્ન્ટેનરો બનાવવાનો ઉદ્યોગ વિકસાવવામાં આવશે. ભાવનગર પાસેના 10 અલગ અલગ વિસ્તારોમાં ક્ન્ટેનર સંલગ્ન ઉદ્યોગો માટે એક સમીતીની રચના કરવામાં આવી છે. જહાજ મંત્રાલયની દેખરેખ હેઠળની આ સમીતી સર્વે કરી રહી છે. જહાજ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનો અને ક્ન્ટેનર ખરીદ-વેચાણ કરતી પેઢીઓ સાથે વાતચીત ચલાવીને કિફાયત ભાવે ક્ધટેનર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ક્ન્ટેનર માટે લોખંડનો કાચો માલ આરસેલર મિતલ પુરો પાડશે. ભાવનગરમાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ વૈશ્વિક ઓળખ ધરાવે છે હવે આ વિસ્તારમાં ક્ન્ટેનર બનશે.
અત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર-વ્યવહારમાં ક્ન્ટેનરની અછત ઉભી થઈ રહી છે. 12 જેટલા બંદરો પરથી થતી નિકાસમાં 2.13 ટકા જેટલું ક્ધટેનરમાં નિકાસ થાય છે. અત્યારે 143.74 મિલીયન ટન જેટલી નિકાસ ક્ન્ટેનરમાં થાય છે. અલંગ પાસે ક્ન્ટેનર ઉદ્યોગનો વિકાસ થતાં ગુજરાત ક્ન્ટેનર ઉત્પાદનમાં વૈશ્વિકસ્તરે ઓળખ ઉભી કરશે.