ઓડિશાના કેન્દ્રપાડા વિસ્તારમાં રવિવારે સવારે એક મહિલાએ ખાનગી નર્સિંગ હોમમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. જેના બે માથા અને ત્રણ હાથ છે. આ બાળકીનો જન્મ તબીબીવિજ્ઞાન માટે એક મોટો વિષય છે. આ મહિલા બીજી વખત માતા બની છે. નસકોરા, બાળકીના બંને નાક અને ચહેરાઓ સંપૂર્ણ વિકસિત છે. બાળકી બંને મુખથી દૂધ પીવે અને બંને નાક દ્વારા શ્વાસ લઈ રહી છે.
રવિવારે સવારે કેન્દ્રપરાની એક ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન દ્વારા બાળકીને જન્મ આપવામાં આવ્યો હતો. બાદમાં, માતા અને બાળકને પહેલા કેન્દ્રપરાની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાસ સારવાર માટે સરદાર વલ્લભભાઇ પટેલ પી.જી. બાળરોગ સંસ્થામાં લઈ જવામાં આવ્યા.
કેન્દ્રપરાની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ(DHH)ના ડોકટરોએ આ બાળકી વિશે માહિતી આપતા કહ્યું કે,”આ સિયામીઝ જોડિયાનો કેસ છે. આ સ્થિતિ ત્યારે સર્જાય જયારે ગર્ભમાં જોડિયા બાળક બનવાની શરૂઆત થાય અને આ સાથે છાતી અને પેટ એક સાથે જોડાયેલા રહે છે. કોઈ કારણો મુજબ જોડિયા બાળક થવાની શક્યતા ઘટે છે અને એની જગ્યા પર આવા કેસ જોવા મળે છે, જેને વિજ્ઞાનની ભાષામાં એમ્બ્રીયો જિનેસિસ કહેવાય છે.”
બાળકીના પિતાએ ઓડિશા સરકારને તેના બાળકની સારવારમાં મદદ માટે વિનંતી કરી હતી. ઓડિશા સરકારે મદદ માટે હાથ લંબાવીને,દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં આ બાળકીનું જોડીયું શરીર અલગ પાડવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.