વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજે, ઉધમ વિપતને ખાય કોરોના ઉપચાર અને વધી રહેલા સંક્રમણને પહોંચી વળવા માટે તંત્ર સરકાર અને આરોગ્ય જગત આકાશ પાતાળ એક કરી રહ્યું છે ત્યારે મહામારીની આ પરિસ્થિતિ બિનજરૂરી ભય અને ઉત્પાદનના કારણે વધુ વિશ્મ લાગી રહી છે, કોરોના ને હળવાશથી લેવાનું નથી પરંતુ વધતા જતા સંક્રમણ મા કોરોના સામે સુરક્ષા મા આંખ કાન અને મગજ સતેજ રાખવાનું સમય છે ખોટી ગભરામણ અને બિનજરૂરી ઉત્તપાત્ત્ત થી કંઈ વળવાનું નથી પ્રથમ અને બીજા વાયરામાં રાહતની વાત એ ગણી શકાય કે અગાઉ જ્યારે પ્રથમ સંક્રમણનો દોર ચાલતો હતો ત્યારે કોરોના ની રસી ઉપલબ્ધ ન હતી અને માત્ર ને માત્ર તાવ ઉધરસ અને રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેવા ઘરગથ્થુ નુસખાઓ જ હાથ વગા હતા હવે તો ભારતની ત્રણ ત્રણ વેક્સિન અસરકારક ઇલાજ માટે ઉપલબ્ધ છે એ વાત અલગ છે કે કોરોના લક્ષણો કાચિંડાની જેમ રંગ બદલી રહ્યા છે નવા વાયરામાં મૂળભૂત લક્ષણો ન હોય તેવા દર્દીઓને પણ પોઝિટિવ રિપોર્ટ આવે છે જ્યારે ભારે તાવ ઉધરસ અને શ્વાસની સમસ્યા જેવા લક્ષણો ધરાવતા લોકો નો રિપોર્ટ પણ નેગેટીવ આવે છે બીજા શબ્દોમાં કહીએ તો કોરોના ના નવા સ્ટેઇન ને ઓળખવો અઘરો થઈ પડ્યું છે પરંતુ રિકવરી રેટ વધ્યો છે અને મૃત્યુદર કાબુમાં આવ્યો છે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી છે તેની સામે રસીકરણ નું કવચ ઉપલબ્ધ થયું છે તેવા સંજોગોમાં અત્યારે રોગચાળાને નાથવા માટે દવા સારવારની સાથે સાથે સામાજિક જાગૃતિ સંયમ અને ખાસ કરીને હિંમતથી કામ લેવાનો આ સમય છે ખોટા પેનિક ઉત્પાદ ઊભા ન થાય તે માટે સાઉથ રહેવાની આવશ્યકતા છે કોરો નો ઉપચાર પણ જાણે કે વેન્ટિલેટર પર આવી ગયો હોય તે ઇન્જેક્શન ઓક્સિજન અને રસીની અછતના આ સમય માં આ મહામારી નો ઈલાજ સૂઝબૂઝ અને ધીરજથી કરવા માટે તૈયાર રહેવું પડશે કોઈપણ રોગ આવે ઘોડા વેગે અને જાય કીડી વેગે કોરોના સાથે લાંબો સમય રહેવા ની આવડત કેળવવી પડશે સાથે સાથે તેના ઇલાજ અને તેની ઓળખ માટે સતત જાગૃત રહેવું પડશે અત્યારની પરિસ્થિતિમાં કોરોના સામે સુજબુજ થી પ્રતિકાર કરવા તૈયાર રહેવું પડશે.
Trending
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે