હાલ કોરોના મહામારીએ માઝા મુકી છે. ત્યારે સરકાર પણ કોરોના સંક્રમણ અટકાવવા પુરતા પ્રયાસો હાથ ધરી રહી છે. સરકારના સરાહનીય કાર્યને પ્રજાજનો પણ સહકાર આપી રહ્યા છે.
રાજયભરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સંસ્થાઓ, સામાજિક સંગઠનોને સાથે રાખી રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત શહેરમાં તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આંશિક લોકડાઉનની જાહેરાતો કરી દેવાય છે. કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર ઉંઘા માથે કામે લાગ્યુ છે. જેના સર્પોટમાં રાજકોટ બેડી યાર્ડ પણ સામેલ થયું છે.
બેડી યાર્ડના સતાધીશો દ્વારા યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટો, મજૂરો વગેરેને સાથે રાખી આગામી દર શુક્ર, શનિ, રવિ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયાં સુધી કોરોના કાબુમાં ન આવે તેમજ સંક્રમણ ન ઘટે ત્યાં સુધી દર શુક, શનિ અને રવિ બેડી યાર્ડમાં રજા રહેવા પામશે. આ જાહેરાતને યાર્ડ સાથે સંકળાયેલા તમામ સૌ કોઇના હિતમાં લેવાયેલા નિર્ણયને આવકાર્યો છે.
આગામી દર શુક્રવાર, શનિવાર અને રવિવાર બેડી યાર્ડ બંધ રહેશે. તેમજ ખરીદ વેચાણ અને હરરાજીની કામગીરી બંધ રહેશે. તેમ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું છે.
રાજકોટ બેડી યાર્ડ આગામી દર શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ અઠવાડિયાના ત્રણ દિવસ બંધ રહેશે જેથી યાર્ડનું કામકાજ પણ સદંતર બંધ રહેશે આથી ખેડુતો પોતાની જણસી ઠાલવી શકશે નહીં. કોરોના સંક્રમણ અટકાવવા યાર્ડ દ્વારા લેવાયેલ આ નિર્ણયને ખેડુતો સહિત દરેકે આવકાર્યો છે.