ત્રણ દિવસમાં વધુ 1પ000 ઇન્જેકશન ઉપલબ્ધ થશે
કોરોના દર્દીઓને સારવાર માટે વપરાતો રેમડેસિવીર ઇન્જેકશનની રાજકોટમાં ઘણા દિવસોથી ઘટ ચાલી રહી છે. અને જેના કારણે દર્દીઓના પરિવારજનો એક એક ઇન્જેકશન મેળવવા માટે હેરાન-પરેશાન થઇ રહ્યા હતા. પણ રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન સાથે જ પ000 રેમડેસિવીરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં 3000 સરકારી હોસ્પિટલમાં અને ર000 ઇન્જેકશન મેડીકલ સ્ટોરમાં ફાળવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આઇ.એમ.એ. સાથે બેઠક યોજી હતી જેમાં ઘણા સ્થાનિક પ્રશ્ર્નો પણ જણાવતાં હતા.અને સાથે રેમ ડેસિવીર ઇન્જેકશન અને દવાઓની સમીક્ષા કરતા તેમણે શહેરમાં ર000 ઇન્જેકશાન અને કોરોનાના હળવા લક્ષણો વાળા દર્દીઓને સારવાર માટે અપાતી ફેબી ફલ્યુ નામની ટેબલેટનો જથ્થો ઉપલબ્ધ કરાવતા લોકોને બજારમાં સરળતાથી મળી રહી છે.
આગામી ત્રણેક દિવસોની અંદર રાજકોટમાં વધુ 1પ000 ઇન્જેકશાનનો જથ્થો પણ ઉપલ્બધ કરી આપવામાં આવશે. હાલ સીવીલ હોસ્પિટલમાં પુરતો જથ્થો છે. પણ રેમડે બજારોમાં દવાનો સ્ટોક રેમડેસિવિરના જથ્થો નથી અને તેના કારણે, ખાનગી હોસ્પિટલો એથી સારવાર માટે ઇન્જેકશન લખવામાં આવે ત્યારે લોકોને પરેશાની વેઠવી પડે છે. પણ હવે ર000 રેમ ડેસિવીર ઇન્જેકશન ઉપલબ્ધ કરાતા લોકોને હવે ઓછી પરેશાની વેઠવી પડશે.