કોરોના સામે લડતા લોકોના જુસ્સાને સરકાર બિરદાવે: અનડકટ-જાડેજા

 

હાલમાં કોરોનાનો કહેર ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે સરકાર લોકો પાસેથી દંડ વસુલવાને બદલે લોકોના જીવન બચાવવામાં ઘ્યાન આપે તેવી યુવા આગેવાનો પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સહમંત્રી ગોપાલભાઇ અનડકટ અને ઘનશ્યામસિંહ જાડેજાએ માંગણી કરી છે. રાજકોટ સહિત રાજયના ર0 શહેરોમાં કોરોનાને કાબુમાં લેવા રાજય સરકારે રાત્રીના 8 થી સવારના 6 વાગ્યાનો કરફયુ નાખીને બુઘ્ધિનું પ્રદર્શન કયુ છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કરફયુ નહીં પરંતુ લોકડાઉન નાખે તો પણ લોકોને વાંધો નથી પરંતુ આ કરફયુ અને માસ્કના નામે સરકારે ફરી પોલીસને બેફામ ઉઘરાણા કરવાનો પીળો પરવાનો આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે.દરરોજ લાખો રૂપિયાની ઉઘરાણી કરતી પોલીસને લોકો વિનંતી કરી રહ્યા છે કે અમને જીવવા દો જો જીવતા રહીશું તો તમે માંગશો એટલો દંડ આપીશું કોરોના વચ્ચે ધંધા, રોજગાર પડી ભાગ્યા છે છતાં લોકો કોરોના અને સરકાર સામે જોમ જુસ્સાપૂર્વક લડી રહ્યા છે. આ લોકોની હિંમતને દાદ દેવી જોઇએ દંડ ઉઘરાવતા સરકાર આ લોકો પાસેથી કંઇક શીખે તેવું ગોપાલભાઇ અનડકટે એક યાદીમાં જણાવ્યું છે. રાજકોટ સહીત રાજયભર અને વિશ્ર્વભરમાં કોરોનાની બીજી લહેર કાતીલ સાબીત થઇ રહી છે. દરરોજ હજારો મોત અને લાખો કેસ વચ્ચે લોકો જીવન જોખમ ઉપર જીવી રહ્યા છે. રાજકીય મેળાવડા અને ચુંટણીઓ યોજી સરકારે જ પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. જેથી લોકોને ભોગવવું પડે છે. આ વિકટ પરિસ્થિતિ સરકારની એક ભુલના કારણે જ આવી છે ત્યારે ઘોડા છુટી ગયા પછી તબેલે તાળા મારવાની પંકિત ભાજપ સરકારને બરાબર લાગુ પડે છે.કરફયુ પહેલા અને પછી હાલ પણ માસ્કના નામે લોકોને દંડ ફટકારી રોકડી કરવાનો પોલીસને પીળો પરવાનો સરકારે આપી દીધો છે અને જો પૈસા ન હોય તો ગુનો દાખલ કરી દેવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. આવી પરીસ્થિતિમાં પ્રજા જાયે તો જાયે કહા તેવી મુસીબતમાં મુકાઇ ગઇ છે.  એક તરફ કોરોનાની પડક મજબુત બની રહી છે અને બીજી તરફ રાત્ર કરફયુ લાદી દેવામાં આવ્યો હોવાથી ધંધા રોજગારી પડી ભાગ્યા છે. અને લોકો બે ટંકનો રોટલો પણ માંડ ખાઇ શકે તેવી સ્થિતિ થઇ છે. આવી સ્થિતિમાં સરકાર રાહત આપવાને બદલે ઉલ્ટાનું તમારી ભૂલ છે તેમ કહી માસ્કના નામે ઉઘરાણા કરી રહી છે.

સરકાર લોકો પાસેથી દંડ ઉઘરાવવાનું બંધ કરે અને પહેલા લોકો જીવ બચાવવા કોઇ રણનીતી ઘડે તે જરુરી છે. ત્યારે લોકો કાળરુપી કોરોના અને સરકાર બન્ને સામે જોમ જુસ્સાપૂર્વક લડી રહી છે. આ શહેરીજનોને ગોપાલભાઇ અનડકટ તેમજ ઘનશ્યામસિંહ જાડેજા બિરદાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.