ધર્મસિંધુ ગ્રંથ અનુસાર ગરમીના દિવસોમાં મનાવવામાં આવતા આ પર્વમાં જળદેવતાની
પૂજા કરવાથી પાણીની મુશ્કેલીથી બચી શકાય છે તેવી ધાર્મિક માન્યતા
ભારતદેશમાં વિવિધ પર્વોનું અને તેના દેવી-દેવતાઓનું અનેરુ મહત્વ છે. આ પર્વની ભૂમિ પ્રકૃતિના પાંચ તત્વોની પણ દેવી-દેવતા તરીકે પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે ધર્મસિંધુ ગ્રંપ અનુસાર આવતીકાલ 9 એપ્રિલના રોજ વારૂણી પર્વ મનાવવામાં આવશે. આ પર્વ પર તીર્થ સ્નાન અને દાન સહિત શિવ પૂજનની પરંપરા છે. આ પ્રમાણે કરવાથી ભૂલથી થયેલા પાપનો વિનાશ થાય છે. અન અનેક યજ્ઞોનું ફળ પણ પ્રાપ્ત થાય છે.
તીર્થના જળથી ઘેર બેઠા સ્નાન કરવું
વારૂણી યોગમાં ગંગા, યમુના, નર્મદા, કાવેરી, ગોદાવરી સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનું મહત્વ છે. આ શુભ યોગમાં હરિદ્વાર, અલ્લાહાબાદ, વારાણસી, ઉજજૈન, રામેશ્ર્વર, નાસિક વગેરે તીર્થો પર નદીઓમાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારનું સુખ મળે છે. કહેવાય છે કે વારૂણી યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષ મળે છે. આ દિવસે મંત્ર, જપ, યજ્ઞ વગેરેનું ખૂબ મહત્વ છે. પૌરાણિક માન્યતાનુસાર આ દિવસે કરવામાં આવેલા દાનનું ફળ હજારો યજ્ઞો બરાબર મળે છે. આ દિવસે જો પવિત્ર નદીઓમા સ્નાન કરવાનું સંભવ ના હોય તો ઘરમાં જ પવિત્ર નદીનું પાણી ન્હાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઇએ.