કોરોનાનો બીજો કાળ વધુ ઘાતકી બન્યો છે. કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ભારે પડી રહી છે. પરિસ્થિતિ હજુ ગંભીર બને તેવા અણસાર મળી રહ્યા છે. ત્યારે હવે ડરવાને બદલે સજાગ રહીને તકેદારી રાખવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. કોરોનાએ સ્વતંત્રતા તો હણી જ છે. પણ હવે આ જીવ પણ હણવા લાગ્યો છે. કોરોનાના પ્રથમ કાળમાં જે પરિસ્થિતિ હતી તેને તેવી પરિસ્થિતિ બીજી લહેરમાં પણ ઊભી થઈ છે. ઘણા સમયથી કોરોનાના કેસ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. કોરોનાનું સંક્રમણ અત્યાર સુધીમાં અનેક સ્વરૂપ બદલી ચૂક્યું છે. કોરોનાના લક્ષણો બદલાયા છે, સાથોસાથ સંક્રમણની ઝડપ પણ વધી છે. પરિણામે દેશના કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં પણ કરફ્યુનો સમય બદલાયો છે. કોરોના કાળમાં લોકોની રોજીરોટીને અસર ન થાય અને સ્વાસ્થ્ય પણ બચાવી લેવાય તે પ્રકારનો સંવેદનશીલ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે.સરકાર સામે એક તરફ લોકોનું સ્વાસ્થ્ય બચાવવાનો પ્રશ્ન છે. બીજી તરફ આર્થિક ગતિવિધિ પણ જળવાઈ રહે તે જોવાની ચેલેન્જ છે. અમેરિકા, યુરોપ, ફ્રાન્સ સહિતના વિકસિત રાષ્ટ્રો પણ ભારત જેટલી સફળતા કોરોનાને રોકવામાં મેળવી શક્યા નથી. અત્યાર સુધી સમજુ લોકોના કારણે કોરોના કાબૂમાં હતો. પરંતુ ઉતાવળમાં દાખવેલી બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે તેમ છે.દેશમાં ઝડપથી રસીકરણ કરવા માટે સરકારે કમર કસી છે. જોકે, જાગૃતિના અભાવના કારણે કેટલાક લોકો રસી લેવાથી દૂર ભાગે છે. તો ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળ્યું છે કે, લોકો રસીકરણ માટે સ્વયંભૂ જોડાયા હોય. તાજેતરમાં જ લીંબડી ખાતે આવો દાખલો જોવા મળ્યો હતો. લોકોમાં જેમ બને તેમ વધુ રસિ પ્રત્યે જાગૃતિ આવે તે જરૂરી છે. રસીકરણ સામે કેટલાક પડકાર પણ છે. ખાસ કરીને હજુ રસિ આડઅસર શું હશે તે આ અંગે હજુ પૂરતી વિગતો બહાર આવી નથી. પરિણામે નાની ઉંમરના લોકોને રસિ કેવી રીતે દેવી તે અંગે પણ અસમંજસ છે. વર્તમાન સમયે 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસિ આપવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં વધુને વધુ રસીકરણ સેન્ટર શરૂ થાય તે પ્રયાસ થાય છે. અલબત્ત કોરોના સામેની લડાઇ માત્ર રસીકરણ થઈ જવાથી થંભી જવાની નથી. લોકોની જાગૃતિ કોરોના સામેની લડાઈમાં સૌથી મોટો વિજય અપાવશે.
Trending
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!