ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મુખ્યમંત્રી પાસે માંગણી કરતા જણાવ્યું હતું કે જનઆક્રોશ એ છે કે પ્રજા હવે ભુખથી મરવા કરતાં કોરોનાથી મરવા તૈયાર છે. હાઇકોર્ટના આદેશ અનુસાર રાજય સરકાર કોઇપણ નિર્ણય લેતા પહેલા સરકારની ભુલોનો ભોગ કોરોના મહામારીથી બેકારી-મોંઘવારીમાં પીસાતી ગરીબ અને મધ્યમવર્ગની જનતાની ચિંતા કરે અને રોજીરોટી વગર ભુખ્યા ન સુવે તેની ચિંતા કરે.
કોવિડ હોસ્પિટલોમાં ઓકસીજનની અછત વર્તાઇ રહી છે એવામાં જ ઓકસીજન સપ્લાય કરતી કંપનીઓએ ભાવ વધારી દીધા છે. ઓકસીજન સિલીન્ડરનો મુળ ભાવ 160થી 170ની વચ્ચે હતો જે હાલમાં કંપનીઓ ભાવ વધારી રૂ.285 પ્લસ જીએસટી એમ કુલ રૂ.316 પ્રતિ ઓકસીજન સિલીન્ડરના માંગી રહી છે. ઓકસીજન પુરતી માત્રામાં અને મુળ ભાવે ઉપલબ્ધ કરાવી દર્દીઓને હાલાકીના પડે તે માટે સરકાર યોગ્ય આયોજન કરે.
રેમડેસીવીર ઇન્જેકશનની સમગ્ર રાજયમાં અછત ઉભી થઇ છે તેને દૂર કરો તથા સમગ્ર રાજયમાં એની કાળાબજારી થઇ રહી છે. 900 રૂપિયામાં મળતો ઇન્જેકશન આજે 4થી 5 હજાર રૂપિયામાં કાળાબજારમાં વેચાઇ રહ્યો છે. સરકાર પુરતા પ્રમાણમાં ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવી તેની વિકેન્દ્રીકરણ શરૂ કરાવે.
રાજયમાં કોરોના બેફામ થયાનો તથા કોરોના સૌથી સલામત મુખ્યમંત્રીના કાર્યાલય, ધારાસભ્યો, ગાંધીનગર સચિવાલય સુધી પહોંચ્યા હોવાની જાણ કરતો પત્ર લખી જનહિતમાં રાજકીય મેળાવડા બંધ રાખવા જોઇએ. તેમ જણાવી કોરોના મહામારીને પુન: માઝા મુકતા ગરીબ દર્દીઓ માટે રાજયની ખાનગી હોસ્પિટલમાં 50 ટકા ફ્રી બેડ પુન: ડેઝીગ્નેટ કરવા જોઇએ. ભાજપને ગરીબોના મતોથી ચુંટણી જીતી ગયા પછી ખાનગી હોસ્પિટલોના ગરીબ દર્દીઓ માટેના ફ્રી સરકારી બેડ બંધ કરી દીધા તેમ પત્રના અંતે ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું છે.