કર્મચારીઓ 11 વાગ્યે આવ્યા હોવાના આક્ષેપ કર્યા
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા માં આવેલ કૃષ્ણનગર અર્બન હેલ્થ સેન્ટર માં રેપિડ ટેસ્ટ ની કીટો આવી ગઇ હોવા છતાં પણ કર્મચારીઓ ઉપલબ્ધ ન રહેતા રેપિડ ટેસ્ટ કરાવવા આવનાર લોકોને બે કલાક સુધી તડકામાં ઊભું રહેવું પડ્યું હોવાના કારણે હોબાળો મચાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમણ પ્રસરી રહ્યું છે ત્યારે રેપિડ ટેસ્ટ કરાવી અને પોતે કોરોના સંક્રમિત જ છે કે નહીં તે જાણવા માટે લોકો નગરપાલિકા ખાતે આવેલા કૃષ્ણનગર હેલ્થ સેન્ટરમાં કોરોના નો રેપિડ ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે. તડકામા બે કલાક લોકોને ઉભુ રહેવુ પડતા અને કર્મચારીઓ સમય કરતા મોડા આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.
જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ કોરોના સંક્રમણ ને અટકાવવાના પગલાં ભરી રહ્યું છે બીજી તરફ કૃષ્ણનગર અર્બન હેલ્થ સેન્ટર માં કર્મચારીઓ સમય કરતાં મોડા આવતા લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.