ઉનામાં બે યુવાનો પર છ શખ્સોએ તલાવાર, લોખંડના પાઇપથી હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
ઉના કોટ વિસ્તારમાં ચાર દિવસ પહેલા સોયબ મન્સુરી તથા તેમના સાથી મિત્ર જયેશ ( દલિત) દરગાહ પાસે આવેલ પાનના ગલ્લા પર હતા. ત્યારે હસન પટેલ, અસલમ ઉર્ફે ભુટો મકરાણી, મતિમ મુસ્લિમ, જયલો, અબાડો તેમજ એક અજાણ્યો શખ્સ આ છ લોકોએ સોયબ મન્સુરી પાસે 20,000 રૂપિયાની માંગણી કરી હતી. સોયેબ મન્સુરી એ પૈસાની ના કહેતા આ છ લોકોએ તેમના પર તલવાર લોખંડનો પાઈપ બેઝબોલના ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કરી સોંયેબ ને હાથ-પગમાં ફેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ તેમના સાથી મિત્ર જયેશને માર મારી જ્ઞાતિ પ્રત્યે પરતુત કરેલ હતી
સોયેબ ને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ઊનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ ઈજાઓ પહોંચતા તેમને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ તમામ છ આરોપીઓ વિરુદ્ધ ઉના પોલીસેનો નોંધ્યો હતો. બનાવની વધુ તાપસ પીએસઆઇ જે વી ચુડાસ એ ચલાવી રહ્યા છે.