નવા ચીફ ઓફીસરે હોદો સંભાળતા જ ‘કામ ’ દેખાડયું
38 ટકા સુધીની વેરા વસુલાત 66 ટકાએ પહોંચી
ખંભાળીયા પાલિકામાં નવા આવેલા ચીફ ઓફિસરે આજે સંભાળ્યા બાદ તુરંત જ પાલિકાના બાકી વેરાની વસુલાત ઝુંબેશ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના નગરજનો પાલિકાનો વેરા ભરવા બાબતે નિષ્કીય રહેતા હોય વીસેક દિવસ પહેલા પાલિકા ચીફ ઓફીસર તરીકે ચાર્જ સંભાળનાર અતુલચંદ્ર સિંહાએ આવતાની સાથે જ કરવેરાની વસુલાત માટે આકરી પગલા લેવા શરુ કર્યા હતા.
મીલકારો પરના બાકી ટેકસની વસુલાત માટે નોટીસો આપવા છતાં વેરોના ભરનાર આસામીઓની સામે આકરી પગલા ભરીને મીલકતની જપ્તી કરી સી મારવા સહીતના પગલા લીધા હતા.
વોટર વર્કસના નળના જોડાણની રકમ નહીં ભરનાર આસામીઓના નળ કનેકશનો કાપી નાખવાના આકરા પગલા લેતા આકરા ડોઝથી ચેતનવંતી થયેલા નગરજનો એ બાકી વેરા ભરવાનું શરુ કરી દીધું છે. 37 ટકા કર વસુલાત હતી તે રનીંગ વર્ષની કરવેરા વસુલાત 66 ટકાએ પહોંચી છે. તેમણે માત્ર 1પ દિવસની ઝુંબેશની 29 ટકા કરવેરાની આવક થઇ શકી છે.
ચીફ ઓફીસર સિંહાએ જણાવેલું કે વેરા વસુલાત કાર્યવાહી સતત ચાલુ જ રાખવામાં આવશે તથા વેરા વસુલાત શહેરના વિકાસ માટે આવશ્યક હોય લોકોને પણ સહકાર આપવા જણાવ્યું હતું.